માવતર કમાવતર થયું! પ્રેમી સાથે ભાગવા બેબાકળી થયેલી મહિલાએ પોતાની 5 મહિનાની છોકરીનું ગળું દબાવી

માવતર કમાવતર થયું! પ્રેમી સાથે ભાગવા બેબાકળી થયેલી મહિલાએ પોતાની 5 મહિનાની છોકરીનું ગળું દબાવી દીધું

08/12/2025 National

SidhiKhabar

SidhiKhabar

માવતર કમાવતર થયું! પ્રેમી સાથે ભાગવા બેબાકળી થયેલી મહિલાએ પોતાની 5 મહિનાની છોકરીનું ગળું દબાવી

Tripura News:છોરું કછોરું થાય, પરંતુ માવતર કમાવતર ના થાય આ કહેવત તો તમે સાંભળી જ હશે, પરંતુ તેનાથી વિપરીત ત્રિપુરામાં કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માવતર કમાવતર થઈ ગઈ. ત્રિપુરાના સિપાહિજાલા જિલ્લાના સોનામુરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માતાએ તેની 5 મહિનાની પુત્રીની હત્યા એટલા માટે કરી દીધી કારણ કે તેણે પોતાના બોયફ્રેન્ડ સાથે ભાગવાનુ હતું. પોલીસે એ મહિલાની ધરપકડ કરી છે. માતાનું નામ સુચિત્રા દેબબર્મા હોવાનું જણાવાયું છે.


લાશ પલંગ પર પડી હતી

લાશ પલંગ પર પડી હતી

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સુચિત્રા દેબબર્મા પર ત્રિપુરા ટ્રાઇબલ એરિયા ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ (TTAADC)ના વહીવટ હેઠળ આવતા રામપદાપારા ગામમાં પોતાના જ બાળકની હત્યા કરવાનો આરોપ છે. તેના સસરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે મહિલાનો પતિ અમિત દેબબર્મા ઘરની બહાર રબરના બગીચામાં કામ કરી રહ્યો હતો ત્યારે બાળકનું મૃત્યુ થયું હતું. કેસની માહિતી મળતા જ પોલીસ ટીમ શંકાસ્પદના ઘરે પહોંચી. તેમને નવજાત બાળકનો મૃતદેહ પલંગ પર પડેલો મળ્યો. બાદમાં તેને પોસ્ટમોર્ટમ માટે સોનામુરાની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.


પોલીસ કરી રહી છે તપાસ

પોલીસ કરી રહી છે તપાસ

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, શિશુના મૃત્યુનું કારણ શોધવા માટે તપાસ ચાલી રહી છે કારણ કે એવું માનવામાં આવે છે કે માતાએ તેની હત્યા કરી હતી. પોલીસ સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે સુચિત્રાએ બાળકનું ગળું દબાવીને હત્યા કરી હતી જ્યારે તેનો પતિ અમિત દેબબર્મા રબરના બગીચામાં કામ કરવા ગયો હતો. પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું કે તે શિશુને મારી નાખવા માગતી હતી અને બીજા કોઈ સાથે ભાગી જવા માગતી હતી જેની સાથે તેનો લગ્નેત્તર સંબંધ હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top