Gujarat Rain Forecast: ગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસુ, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે વરસાદને

Gujarat Rain Forecast: ગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસુ, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આગાહી

08/12/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat Rain Forecast: ગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસુ, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે વરસાદને

IMD and Ambalal Patel Forecast: ગુજરાતમાં ફરી એક વખત ચોમાસુ સક્રિય થયું છે અને રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે.  હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યભરમાં રાજ્યભરમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં કરી છે. સાથે જ સપ્તાહના અંતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. તેમજ સાયક્લોનિક સર્ક્યૂલેશનને કારણે ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે.


અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી

તો બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં 12 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. તો કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા સેવવામાં આવી છે. 15 ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થશે. અરબ સાગરમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતાઓ છે. બંગાળના ઉપસાગરમાં 17 ઓગસ્ટથી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. મધ્ય પ્રદેશના પૂર્વ ભાગોમાં વરસાદ ખાબકશે. 17 ઓગસ્ટ પછી થનારો વરસાદ કૃષિ કાર્યો માટે સારો રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે જણાવ્યું છે કે, અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19-22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 26-30 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં ફરી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના પૂર્વ ભાગોમાં વરસાદ પડશે. તો અતિભારે વરસાદને પગલે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જશે. 30 ઓગસ્ટ બાદ વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાતું નથી. આમ વરસાદી સિસ્ટમો સક્રિય થવાથી ખેડૂતોની ચિંતા દૂર થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.


રાજ્યમાં સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 11 ઓગસ્ટની સ્થિતિએ સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 68 ટકાથી વધુ વરસાદ દક્ષિણમાં જ્યારે પૂર્વ-મધ્યમમાં 55.54 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.21 ટકા, કચ્છમાં 65.13 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 56.31 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. 82 ટકા વિસ્તારમાં ખરીફ વાવેતર પૂર્ણ થયું છે.

રાજ્યના 52 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. સરદાર સરોવર ડેમમાં 75 ટકાથી વધુ જળસંગ્રહ છે.વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 52 ડેમ હાઈએલર્ટ એટલે કે 70થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 25 ડેમ એલર્ટ પર તેમજ 26 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 75 ટકાથી વધુ જળસંગ્રહ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top