IND Vs ENG Test Series: લોર્ડ્સમાં જીત બાદ ઇંગ્લેન્ડને લાગ્યો મોટો ઝટકો, ભારતનું દિલ તોડનાર બોલર સીરિઝથી બહાર
Shoaib Bashir out of series: લોર્ડ્સ ટેસ્ટમાં જીત બાદ મેજબાન ઇંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝની પહેલી 3 મેચમાં સૌથી વધુ ઓવર ફેંકનાર શોએબ બશીર બાકીની 2 ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. બશીરે સૌથી વધુ 140.4 ઓવર (844 બોલ) ફેંકી, જે કોઈપણ બોલર દ્વારા ફેંકવામાં આવેલી સૌથી વધુ ઓવર છે. ઇંગ્લેન્ડ સીરિઝમાં 2-1થી આગળ હોવા છતા, ભારતે મોટાભાગના પહેલુઓને પાછળ છોડ્યા છે, ખાસ કરીને સ્પિન ડિપાર્ટમેન્ટમાં. 20 વર્ષીય ઓફ-સ્પિનર, જેણે ધીમે-ધીમે ઇંગ્લેન્ડના મુખ્ય સ્પિનર તરીકે પોતાની જગ્યા બનાવી હતી, તેને લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન ડાબા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું.
આ ઈજા ત્યારે થઈ જ્યારે બશીરે ત્રીજા દિવસે રવિન્દ્ર જાડેજાનો કેચ પકડવાનો પ્રયાસ કર્યો. બોલ પકડતા, તેની આંગળીમાં ઈજા થઈ અને તે મેદાન છોડીને જતો રહ્યો હતો. ત્યારબાદ તે ભારતના પહેલી ઇનિંગમાં બોલિંગ કરવા પાછો ન ફર્યો. શરૂઆતમાં ઇંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટને આશા હતી કે તે આગામી મેચ રમી શકશે, કારણ કે તેણે ભારતના બીજા દાવના અંતે બોલિંગ કરી હતી અને સિરાજની છેલ્લી વિકેટ પણ લીધી હતી. પરંતુ હવે પુષ્ટિ થઈ ગઈ છે કે બશીર આ અઠવાડિયે સર્જરી કરાવશે અને બાકીની સીરિઝમાં હિસ્સો નહીં લે.
ફ્રેક્ચર હોવા છતા બશીર મેચમાંથી પૂરી રીતે બહાર થયો નહોતો. તેણે ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં બેટિંગ કરી અને 9 બોલ રમ્યા. ત્યારબાદ તે પાંચમા દિવસના અંતે બોલિંગમાં કરવા પણ આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે તેણે મેચની છેલ્લી વિકેટ પણ લીધી લીધી હતી. આ વિકેટથી ભારતનું દિલ તૂટી ગયું કારણ કે તેણે સિરાજની છેલ્લી વિકેટ લઈ લીધી હતી.
બશીરે 3 ટેસ્ટમાં 54.1ની સરેરાશથી 10 વિકેટ લીધી હતી. આ પ્રદર્શન શાનદાર તો નહોતું, પરંતુ તે ઇંગ્લેન્ડનો સૌથી વધુ ઉપયોગમાં લેવાતો બોલર હતો. તેણે સીરિઝમાં સૌથી વધુ રન (541) પણ આપ્યા હતા. હવે બશીરની ગેરહાજરીએ ઇંગ્લેન્ડની યોજનાઓને મુશ્કેલીમાં મૂકી દીધી છે. બશીર આવ્યા બાદ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરાયેલા જેક લીચને પાછો લાવી શકાય (જો તે ફિટ હોય તો) છે. અન્ય વિકલ્પોમાં રેહાન અહમદ, ટોમ હાર્ટલી અને લિયામ ડોસનનો સમાવેશ થાય છે. તો, જેકબ બેથેલ, જે પહેલાથી જ ટીમમાં છે, તેને વધારાના બેટિંગ અને સ્પિન વિકલ્પ તરીકે ટીમમાં સામેલ કરી શકાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp