Bilawal Bhutto Zardari: સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલવલ ભુટ્ટોનો લવારો- ‘ભારતે ડેમ બનાવ્યો તો...’
Bilawal Bhutto reiterates empty war rhetoric If India builds dams there will be War: પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ કરી અને પછી પાકિસ્તાન પર ઓપરેશન ચલાવ્યું હતું, ત્યારથી પાકિસ્તાનીઓ, ત્યાંના નેતાઓ અને ત્યાંના સેના પ્રમુખ બધા જ બોખલાયેલા છે. હજી પણ આ બોખલાટ ઓછો થયો નથી. અને એક બાદ એક લવારા કર્યે જ રાખે છે. કાઇકાલે જ ફેઇલ્ડ માર્શલ મુનીર લાવરા કરતો હતો અને પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યો હતો. ત્યારબાદ હવે પાકિસ્તાને નેતા બિલાવલ ભુટ્ટોનો પણ લવારો સામે આવ્યો છે.
પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારતને યુદ્ધની ધમકી આપી છે. તેનું કહેવું છે કે જો ભારત સિંધુ જળ સંધિને સ્થગિત કરે છે અને સિંધુ નદી પર ડેમ બનાવવાનો પ્રયાસ કરે છે, તો પરિસ્થિતિ યુદ્ધ સુધી પહોંચી શકે છે. બિલાવલે આ નિવેદન હઝરત શાહ અબ્દુલ લતીફ ભીટ્ટાઈના 282મા ઉર્સ દરમિયાન ભીત શાહમાં આયોજિત 'શાહ લતીફ એવોર્ડ' સમારોહમાં આપ્યું હતું.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધા હતા, જેમાં સિંધુ જળ સંધિને રોકવાનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાન આ પગલાથી બોખલાયેલું છે. જેના કારણે જાત-જાતના લાવરા કરતું રહે છે. 7 મેના રોજ, ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતા પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો અને તેમને પૂરી રીતે નષ્ટ કરી દીધા. આ પાકિસ્તાન માટે મોટો ઝટકો હતો. જોકે 10 મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો હતો.
અગાઉ ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પણ કહ્યું હતું કે આગામી યુદ્ધની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તે જલદી જ થઈ શકે છે અને આપણે તે મુજબ તૈયાર રહેવું પડશે. તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, સશસ્ત્ર દળોને પૂરી છૂટ આપવામાં આવી હતી અને એટલે જ આ ઓપરેશન સફળ રહ્યું હતું.
જનરલ દ્વિવેદીના મતે, 22 એપ્રિલે પહેલગામમાં બનેલી ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. બીજા જ દિવસે 23 એપ્રિલે, ટોચના લશ્કરી અને રાજકીય નેતૃત્વની એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ખૂબ જ કડક સ્વરમાં કહ્યું હતું- ‘બસ બહુ થયું.’ સેના પ્રમુખે કહ્યું કે એ સમજવું જરૂરી છે કે એક નાનકડું નામ- ‘ઓપરેશન સિંદૂર’, આખા દેશને કેવી રીતે એક કરી શકે છે. આ નામથી આખા દેશને નવી ઉર્જા મળી. જ્યારે દિગ્દર્શકે નામ સૂચવ્યું, ત્યારે મને પહેલા લાગ્યું કે તે 'સિંધુ' છે, એટલે કે સિંધુ નદી છે અને મેં મજાકમાં કહ્યું- ' ખૂબ શાનદાર, તમે તો સિંધુ જળ સંધિને સ્થિર કરી દીધી છે.’ પરંતુ તેમણે કહ્યું કે આ ‘સિંદુર’ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp