Video: લાઈવ શૉ કરી રહી હતી એન્કર, અને ત્યારે જ થઇ ગયો ઇઝરાયેલનો હુમલો, જુઓ કેવો હતો દમિશ્કનો નજ

Video: લાઈવ શૉ કરી રહી હતી એન્કર, અને ત્યારે જ થઇ ગયો ઇઝરાયેલનો હુમલો, જુઓ કેવો હતો દમિશ્કનો નજારો

07/17/2025 World

SidhiKhabar

SidhiKhabar

Video: લાઈવ શૉ કરી રહી હતી એન્કર, અને ત્યારે જ થઇ ગયો ઇઝરાયેલનો હુમલો, જુઓ કેવો હતો દમિશ્કનો નજ

Anchor Runs Mid Telecast As Israel Bombs Syria's State TV: ઇઝરાયલના ડ્રોન હુમલાને કારણે સીરિયાનું દમિશ્ક શહેર ધુમાડામાં ફેરવાઈ ગયું હતું. ધમાકો થતા જ આખા વિસ્તારમાં ધુમાડો જ ધુમાડો છવાઈ ગયો હતો. આ હુમલાના વીડિયો પણ સામે આવ્યા છે. એક વીડિયોમાં જોઈ શકાય છે કે શહેરમાં થયેલા હુમલા દરમિયાન એન્કરે ટીવી ચેનલ પર લાઈવ કાર્યક્રમ છોડીને ભાગવું પડ્યું હતું. ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂએ આ હુમલા અંગે નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેમણે ડ્રૂઝ સમુદાયના લોકોને અપીલ કરી છે.


ઇઝરાયલી સેનાએ શું કહ્યું?

ઇઝરાયલી સેનાએ શું કહ્યું?

આ હુમલાઓમાં ઇઝરાયલે સીરિયાના રક્ષા મંત્રાલય અને આર્મી હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું હતું. તેણે ડ્રોન અને બોમ્બથી હુમલો કર્યો છે. ઇઝરાયલ દ્વારા આ હુમલાની પુષ્ટિ કરવામાં આવી છે. તેણે આ હુમલાઓને ડ્રૂઝ પરના હુમલાનો બદલો ગણાવ્યા છે. ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, IDFએ કહ્યું છે કે બુધવારે દમિશ્કમાં સીરિયન જનરલ સ્ટાફ કમાન્ડ ભવન અને સીરિયન રાષ્ટ્રપતિ ભવન નજીક અન્ય મિલિટ્રી ટારગેટ પર ભારે હુમલા કરવામાં આવ્યા હતા.

IDFનું કહેવું છે કે તાજેતરના હુમલાઓમાં સીરિયન ટેન્ક, રોકેટ લોન્ચર અને મશીનગનથી સજ્જ પિકઅપ ટ્રકો જે દક્ષિણ સીરિયામાં ડ્રૂઝ પ્રભુત્વ ધરાવતા શહેર સ્વેદા તરફ જઈ રહ્યા હતા, તેમની સાથે જ આ આ રસ્તો પ્રભાવિત થયો છે. આ હુમલામાં સીરિયાને ભારે નુકસાન થયું છે. ઇઝરાયલી સેનાનું કહેવું છે કે IDF દક્ષિણ સીરિયામાં ડ્રૂઝ નાગરિકો સામેની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે.

IDFએ કહ્યું કે તે ગોલાન હાઇટ્સમાં 2 ડિવિઝન તૈનાત કરવા સાથે જ ડ્રોન અને ફાઇટર જેટ સહિત વાયુસેના મોકલવા માટે તૈયાર છે. આ વધારાના દળો સરહદ પર અને બફર ઝોનમાં 210મા બાશાન ડિવિઝનને મજબૂત બનાવશે. IDF પોતાના ડ્રૂઝ ભાઈઓ સાથે ઊભી છે. એટલે જ્યાં જરૂર હશે, તેમણે બચાવવા માટે સમગ્ર સીરિયામાં હુમલાઓ કરી રહ્યા છીએ.


મારા ભાઈઓ, જો તમે આવું કરો છો, તો માર્યા જશો: નેતન્યાહૂ

મારા ભાઈઓ, જો તમે આવું કરો છો, તો માર્યા જશો: નેતન્યાહૂ

ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂએ સીરિયામાં હુમલા અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે ડ્રૂઝ સમુદાયના લોકોને કહ્યું કે, મારા ભાઈઓ, ઇઝરાયલના ડ્રૂઝ નાગરિકો સુવાદા અને દક્ષિણ-પશ્ચિમ સીરિયામાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ઇઝરાયલી સેના અને વાયુસેના આ વિસ્તારોમાં ઓપરેશન ચલાવી રહી છે. અમે પોતાના ડ્રૂઝ ભાઈઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હું તમને બધાને વિનંતી કરું છું, તમે બધા ઇઝરાયલના નાગરિક છો, સરહદ પાર ન કરો.

ઇઝરાયલી વડાપ્રધાને વધુમાં કહ્યું, જો તમે આમ કરશો, તો તમારા જીવને જોખમ રહેશે. તમારું મોત થઈ શકે છે. તમારું અપહરણ થઈ શકે છે. જો તમે આમ કરશો, તો તમે ઇઝરાયલી સેનાના કામમાં અવરોધ ઊભો કરશો. એટલે, હું તમને તમારા ઘરોમાં રહેવાની અપીલ કરું છું. ઇઝરાયલી સેનાને ઓપરેશન ચલાવવા દો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top