Video: મધદરિયે સળગવા લાગ્યું ઇન્ડોનેશિયાનું જહાજ, 300થી વધુ યાત્રીઓ હતા સવાર; વીડિયો જોઈને ઊભા

Video: મધદરિયે સળગવા લાગ્યું ઇન્ડોનેશિયાનું જહાજ, 300થી વધુ યાત્રીઓ હતા સવાર; વીડિયો જોઈને ઊભા થઈ જશે રૂવાડા

07/21/2025 World

SidhiKhabar

SidhiKhabar

Video: મધદરિયે સળગવા લાગ્યું ઇન્ડોનેશિયાનું જહાજ, 300થી વધુ યાત્રીઓ હતા સવાર; વીડિયો જોઈને ઊભા

Indonesia News: ઇન્ડોનેશિયામાં એક જહાજમાં ભીષણ આગ લાગવાથી 300થી વધુ મુસાફરોના જીવ જોખમમાં ફસાઈ ગયા હતા. આ ભયાનક આગનું દૃશ્ય વીડિયોમાં જોઈ શકાય છે. આગે આખા જહાજને ખૂબ જ ઝડપથી લપેટમાં લઈ લીધું હતું, જેમાંથી ઉંચી જ્વાળાઓ અને કાળા ધુમાડા સ્પષ્ટ જોઈ શકાય છે. આ સળગતી ફેરીમાંથી 280 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે બાળકો સહિત 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે મોટી સંખ્યામાં લોકો ગુમ થયાના અહેવાલ પણ છે.


આગની લપેટો વચ્ચે સમુદ્રમાં લગાવી છલાંગ

આગની લપેટો વચ્ચે સમુદ્રમાં લગાવી છલાંગ

ભીષણ આગ વચ્ચે જહાજમાં ફસાયેલા મુસાફરોએ સમુદ્રમાં છલાંગ લગાવવાની શરૂઆત કરી દીધી. વીડિયોમાં લોકોને સમુદ્રમાં છલાંગ લગાવતા જોઈ શકાય છે. આ આગ ઇન્ડોનેશિયાના સમુદ્ર કિનારે એક ફેરીમાં લાગી હતી. ત્યારબાદ, મુસાફરોમાં ભયંકર અફરાતફરી મચી ગઈ હતી. જહાજમાં સવાર 280થી વધુ લોકો પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા. ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.


કેટલા લોકોના મોત થયા

કેટલા લોકોના મોત થયા

આ જહાજમાં 300-500 મુસાફરો હોવાની આશંકા છે. ઘણા લોકો ગુમ થયાના અહેવાલ છે. અને આ અકસ્માતમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થવાના સમાચાર મળી રહ્યા છે. અધિકારીઓ અને બચાવ ટીમોએ આગ પર કાબૂ મેળવી લીધો છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. અકસ્માતના કારણની પણ તપાસ કરવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top