Ex Pentagon Official on Asim Munir: ‘અસીમ મુનીરની ભાષા લાદેન જેવી’, પૂર્વ અમેરિકન અધિકારીએ પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવાની માગ કરી
Michael Rubin on Asim Munir: પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના પરમાણુ હુમલા અંગેના નિવેદન પર અમેરિકાથી સખત પ્રતિક્રિયા આવી છે. પેન્ટાગનના પૂર્વ અધિકારી માઈકલ રુબિને કહ્યું કે અમેરિકન ધરતી પર પાકિસ્તાનની ધમકીઓ પૂરી રીતે અસ્વીકાર્ય છે. તેનાથી ઘણા લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે, શું પાકિસ્તાન હવે ‘જવાબદાર દેશ’ના રૂપમાં રહેવા યોગ્ય છે કે પછી તેના અંતનો સમય આવી ગયો છે. તેમણે મુનીરના નિવેદનની સરખામણી ઓસામા બિન લાદેનના નિવેદન સાથે કરી.
માઈકલ રુબિને કહ્યું કે, ‘અસીમ મુનીરની નિવેદનબાજી આપણને ઓસામા બિન લાદેનના ભાષણોની યાદ અપાવે છે.’ મુખ્ય નોન-નાટો સહયોગી’નો દરજ્જો આપવાનો બંધ કરવો જોઈએ. તેને સ્ટેટ સ્પોન્સર્ડ આતંકવાદની યાદીમાં રાખવો જોઈએ.’ રુબિનના મતે, પાકિસ્તાન પહેલો નોન-નાટો સાથી હોવો જોઈએ, જેને ‘સ્ટેટ સ્પોન્સર્ડ આતંકવાદ’ના રૂપમાં સૂચિબદ્ધ કરવામાં આવે અને હવે તે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડનો સભ્ય ન હોવો જોઈએ.
રૂબિનને એ પણ આશ્ચર્ય થયું કે જ્યારે અસીમ મુનીરે અમેરિકાની ધરતી પર આવી ધમકી આપી હતી, ત્યારે અમેરિકન જનરલોએ તેમની સાથેની કોઈપણ બેઠકમાંથી વૉકઆઉટ કેમ કર્યું? તેમણે તેને ગંભીર મુદ્દો ગણાવ્યો અને કહ્યું કે, જે અમેરિકી જનરલોએ આમ ન કર્યું, તેમણે રાજીનામું આપવું જોઈએ. માઈકલ રુબિને માગ કરી પાકિસ્તાન સ્પષ્ટતા ન આપે અને માફી ન માગે ત્યાં સુધી અસીમ મુનીર અને અન્ય કોઈપણ પાકિસ્તાની અધિકારીને અમેરિકામાં ‘પર્સોના નોન ગ્રેટા’ (અનિચ્છનીય વ્યક્તિ) જાહેર કરવા જોઈએ અને તેમને અમેરિકાના વિઝા ન મળવા જોઈએ. આ નિવેદન દર્શાવે છે કે અમેરિકામાં પાકિસ્તાનના પરમાણુ ધમકીને કેટલી ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને ત્યાંના નીતિ નિર્માતાઓમાં પાકિસ્તાન સાથેના સંબંધો પર પુનર્વિચાર કરવાની માગ વધી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp