Karnataka minister resigns: ‘વૉટર લિસ્ટમાં ગરબડી’વાળા નિવેદન પર કોંગ્રેસના મંત્રીનું રાજીનામું,

Karnataka minister resigns: ‘વૉટર લિસ્ટમાં ગરબડી’વાળા નિવેદન પર કોંગ્રેસના મંત્રીનું રાજીનામું, સમર્થનમાં ઉતરી BJP

08/12/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Karnataka minister resigns: ‘વૉટર લિસ્ટમાં ગરબડી’વાળા નિવેદન પર કોંગ્રેસના મંત્રીનું રાજીનામું,

Karnataka minister KN Rajanna resigns: કર્ણાટકના મંત્રી કે.એન. રાજન્નાએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના વિવાદાસ્પદ નિવેદન બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને કેબિનેટમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમનું રાજીનામું સ્વીકાર્યું અને રાજ્યપાલને મોકલ્યું, જેને મંજૂર કરવામાં આવ્યું છે.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

રાજન્નાએ તાજેતરમાં કોંગ્રેસ સરકાર દરમિયાન મતદાર યાદીમાં અનિયમિતતાઓ સ્વીકારી હતી અને કહ્યું હતું કે મતદાર યાદીમાં સુધારો 'અમારી નજર સામે' થયો હતો, પરંતુ તેનું યોગ્ય રીતે નિરીક્ષણ કરવામાં આવ્યું નહોતું. તેમણે કહ્યું કે ઘણી જગ્યાએ એક જ વ્યક્તિનું નામ 3 જગ્યાએ નોંધાયેલું હતું, જેના કારણે તે ઘણી વખત મતદાન કરી શકતો હતો. કેટલાક વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી હોવા છતા શંકાસ્પદ નામો જોડવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે, ‘એ આપણા માટે શરમજનક વાત છે કે આપણે તેના પર નજર ન રાખી.’ રાજન્નાએ ચૂંટણી પંચ પર એવો પણ આરોપ લગાવ્યો કે તેણે જે ન કરવું જોઈતું હતું તે કર્યું, અને મતદાર યાદીમાં બદલાવ કરીને વડાપ્રધાનને મદદ કરી. જો કે, તેમણે એ પણ સ્વીકાર્યું કે કોંગ્રેસ સમયસર આપત્તિ દર્શાવવામાં નિષ્ફળ રહી અને હવે પાર્ટીને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. શરૂઆતમાં રાજન્નાએ રાજીનામું આપવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, ‘હું મુખ્યમંત્રી સાથે વાત કરીશ, ત્યારબાદ જ હું કંઈક કહીશ. માત્ર તમારા કહેવાથી હું રાજીનામું કેમ આપું?’ પરંતુ હાઇકમાન્ડના નિર્દેશ બાદ તેમણે પદ છોડી દીધું.


રાજન્નાના સમર્થનમાં ઉતરી ભાજપ

રાજન્નાના સમર્થનમાં ઉતરી ભાજપ

ભાજપે આ મુદ્દા પર કોંગ્રેસને ઘેરી. પાર્ટીના નેતા અમિત માલવિયાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, રાજન્નાએ રાહુલ ગાંધીના 'બનાવટી મત ચોરી' અભિયાનનો પર્દાફાશ કર્યો છે. રાહુલ ગાંધીના દાવાઓમાં રહેલી ખામીઓ અને સત્ય બતાવવાની હિંમત કરવા બદલ રાજન્નાને રાજીનામું આપવા મજબૂર કરી દીધા.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top