Video: પહેલગામમાં હુમલો કરનારા આતંકીઓ પર પી ચિદમ્બરમે એવું શું કહ્યું કે ભાજપને કોંગ્રેસ પર હુમ

Video: પહેલગામમાં હુમલો કરનારા આતંકીઓ પર પી ચિદમ્બરમે એવું શું કહ્યું કે ભાજપને કોંગ્રેસ પર હુમલો કરવાની તક મળી ગઈ?

07/28/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Video: પહેલગામમાં હુમલો કરનારા આતંકીઓ પર પી ચિદમ્બરમે એવું શું કહ્યું કે ભાજપને કોંગ્રેસ પર હુમ

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને 3 મહિના વીતી ગયા છે. આતંકવાદી હુમલા બાદ, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. ઓપરેશન સિંદૂર દરમિયાન, સમગ્ર વિપક્ષ ભારત સરકાર અને તેની સેના સાથે ખભે ખભો મળાવીને ઊભું રહ્યું. પરંતુ યુદ્ધવિરામ બાદ તેણે સરકારને પ્રશ્નો પૂછ્યા છે. તેના પ્રશ્નો અમેરિકન રાષ્ટ્રપતિના યુદ્ધવિરામ કરાવવાના દાવાથી લઈને આતંકવાદી હુમલો કરનારા આતંકવાદીઓની ધરપકડ સાથે જોડાયેલા છે. સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને વિપક્ષી દળો, ખાસ કરીને કોંગ્રેસ, સરકાર પાસેથી જવાબો માગી રહી છે. ઓપરેશન સિંદૂર પર ચર્ચા 28 જૂન, સોમવારથી લોકસભામાં શરૂ થશે. પરંતુ તે અગાઉ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે સરકારને એવો પ્રશ્ન પૂછ્યો છે, જેની ભાજપે ટીકા કરી છે અને આરોપ લગાવ્યો છે કે તે પાકિસ્તાનને ક્લીનચીટ આપવા જેવું છે.


પી. ચિદમ્બરમે ઈન્ટરવ્યૂ દરમિયાન કહી આ વાત

પી. ચિદમ્બરમે ઈન્ટરવ્યૂ દરમિયાન કહી આ વાત

પી ચિદમ્બરમે ડિજિટલ ન્યૂઝ પોર્ટલ ધ ક્વિન્ટને આપેલા એક ઇન્ટરવ્યૂમાં વરિષ્ઠ પત્રકાર હરિન્દર બાવેજા સાથે વાત કરતા સરકાર પર આરોપ લગાવ્યો કે, તે એ પણ બતાવવા તૈયાર નથી તે છેલ્લા કેટલાક અઠવાડિયામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ શું કર્યું છે? શું તેમણે આતંકવાદીઓને ઓળખ કરી લીધી છે? તેઓ ક્યાંથી આવ્યા? કોણ જાણે છે કે તેઓ દેશની અંદર તૈયાર કરેલા આતંકવાદી હોય. તમે કેમ માની લીધું કે તેઓ પાકિસ્તાનથી આવ્યા છે? તેનો કોઈ પુરાવો નથી. તેઓ (સરકાર) ભારતને થયેલા નુકસાનને પણ છુપાવી રહ્યા છે.’

આ જ ઇન્ટરવ્યૂમાં તેમણે ઓપરેશન સિંદૂરને લઈને કહ્યું કે, "તેમાં બિલકુલ પારદર્શિતા નથી. દેશને વિશ્વાસમાં લેવામાં આવ્યો નથી. ઓપરેશન સિંદૂરને ઘણા અઠવાડિયા થઈ ગયા છે, જેમ કે વડાપ્રધાને કહ્યું તેમ, માત્ર રોકવામાં આવ્યું છે અને સમાપ્ત થયું નથી. જો હા, તો ત્યારબાદ શું પગલાં લેવામાં આવ્યા છે? શું મોદી સરકારે પહેલગામ જેવા બીજા હુમલાને રોકવા માટે કોઈ પગલાં લીધાં છે? બીજું, આતંકવાદી હુમલાખોરો ક્યાં છે? તમે તેમને કેમ પકડ્યા નથી, અથવા તેમની ઓળખ પણ કેમ નથી કરી? હુમલાખોરોને આશ્રય આપનારા કેટલાક લોકોની ધરપકડના સમાચાર હતા. તેમનું શું થયું? ઘણા પ્રશ્નો છે. સરકાર તેમને કેમ ટાળી રહી છે? વડા પ્રધાન કેમ બોલતા નથી?’


ભાજપે કરી ટીકા, ચિદમ્બરમે જવાબ આપ્યો

ભાજપે કરી ટીકા, ચિદમ્બરમે જવાબ આપ્યો

હવે ભાજપે આ નિવેદન પર ચિદમ્બરમ અને કોંગ્રેસની ટીકા કરી છે. ભાજપ IT સેલના વડા અમિત માલવિયાએ આ ઇન્ટરવ્યૂની ક્લિપ પોસ્ટ કરતા લખ્યું કે, ‘ફરી એકવાર, કોંગ્રેસ પાકિસ્તાનને ક્લીનચીટ આપવા માટે દોડી પડી છે- આ વખતે પહેલગામ આતંકવાદી હુમલા બાદ. એવું કેમ છે કે જ્યારે પણ આપણી સેનાઓ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો સામનો કરે છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ ભારતના વિપક્ષની તુલનામાં ઈસ્લામાબાદના વકીલ વધારે લાગે છે?”

તો, ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કોંગ્રેસની કરતા કહ્યું કે ચિદમ્બરમે સામે આવીને પાકિસ્તાનને ક્લીનચીટ આપી છે. તેમણે દાવો કર્યો કે ચિદમ્બરમે આવું નિવેદન આપ્યું છે જેથી આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનને ક્લીનચીટ આપી શકાય.


વિવાદ બાદ ચિદમ્બરમની ટ્વીટ

વિવાદ બાદ ચિદમ્બરમની ટ્વીટ

વિવાદ વચ્ચે ચિદમ્બરમે ટ્વીટ કરતા કહ્યું કે, ‘ટ્રોલ્સ વિવિધ પ્રકારના હોય છે અને ખોટી માહિતી ફેલાવવા માટે વિવિધ સાધનોનો ઉપયોગ કરે છે. સૌથી ખરાબ પ્રકારનો ટ્રોલ એ છે જે સમગ્ર રેકોર્ડ કરેલા ઇન્ટરવ્યૂને દબાવી દે છે, બે વાક્ય લે છે, થોડા શબ્દો મ્યૂટ કરે છે અને સ્પીકરને કાળા રંગમાં રંગી દે છે!" બીજી તરફ, કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે ભાજપના હુમલા પર સવાલ ઉઠાવ્યો, "સરકારે પાકિસ્તાનને ક્લીનચીટ તો ત્યારે જ આપી દીધી, જ્યારે તેણે સેનાને રોકી અને યુદ્ધવિરામ કર્યો. પહેલગામના આતંકવાદીઓ જીવતા છે. શું તેના માટે ભાજપ શરમ અનુભવે છે?"


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top