ડોક્ટરે આપી અમિતાભ બચ્ચનને બેસીને પેન્ટ પહેરવાની સલાહ!? ત્યારે બિગ બીએ શું આપી પ્રતિક્રિયા? જાણ

ડોક્ટરે આપી અમિતાભ બચ્ચનને બેસીને પેન્ટ પહેરવાની સલાહ!? ત્યારે બિગ બીએ શું આપી પ્રતિક્રિયા? જાણો

08/23/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

ડોક્ટરે આપી અમિતાભ બચ્ચનને બેસીને પેન્ટ પહેરવાની સલાહ!? ત્યારે બિગ બીએ શું આપી પ્રતિક્રિયા? જાણ

સૌના લોકલાડીલા એકટર એવા અમિતાભ બચ્ચન ૮૩મા વર્ષમાં છે. ત્યારે અમિતાભ બચ્ચને એક ઇન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે, તેમને હવે તેમના રોજિંદા કાર્યોમાં મુશ્કેલી પડી રહી છે. તેમણે યોગ અને શ્વાસ લેવાની કસરતોના મહત્વ પર ભાર મૂક્યો હતો. બિગ બીએ સ્વીકાર્યું હતું કે, તેમની દિનચર્યા દવાઓ અને કસરતો દ્વારા નક્કી થાય છે. તેઓ વધતી ઉંમર સાથે સંઘર્ષ કરી રહ્યા છે. વધતી ઉંમરને કારણે અમિતાભ બચ્ચન તેમના સ્વાસ્થ્યને લઈને સમાચારમાં રહે છે.


તાજેતરનો બ્લોગ ખૂબ વાયરલ

તાજેતરનો બ્લોગ ખૂબ વાયરલ

બિગ બીએ જણાવ્યું હતું કે, હવે કેટલાક સરળ કાર્યો પણ તેમના માટે મુશ્કેલ સાબિત થઈ રહ્યા છે, પેન્ટ પહેરવા જેવી નાની આદતો પણ. અમિતાભ બચ્ચન દર રવિવારે તેમના ઘરની બહાર ચાહકોને મળે છે અને તે પછી બ્લોગ અને સોશિયલ મીડિયા પર તેમની લાગણીઓ શેર કરે છે. તેમનો તાજેતરનો બ્લોગ ખૂબ વાયરલ થયો છે, જેમાં તેમણે ખુલ્લેઆમ લખ્યું છે કે, હવે ઉંમરની અસરોને અવગણવી સરળ નથી.

પોતાનો અનુભવ શેર કરતા, બિગ બીએ લખ્યું કે, 'શરીર ધીમે ધીમે તેનું સંતુલન ગુમાવવા લાગ્યું છે અને તેને સંભાળવા માટે સખત મહેનત જરૂરી બની ગઈ છે.' તેમણે એમ પણ કહ્યું કે, હવે તેમની દિનચર્યા મોટેભાગે દવાઓ અને નિયમિત કસરત પર આધાર રાખે છે. તેઓ દરરોજ જીમમાં ગતિશીલ કસરતો અને યોગ કરે છે જેથી તેમને ચાલવામાં વધારે સમસ્યા ન થાય.


બેસીને પેન્ટ પહેરવાની સલાહ

બેસીને પેન્ટ પહેરવાની સલાહ

અમિતાભે સ્વીકાર્યું હતું કે, પહેલા તેઓ માનતા હતા કે જૂની આદતો સરળતાથી ફરી શરૂ થઈ શકે છે. પરંતુ હવે તેમને સમજાયું છે કે, એક દિવસનો વિરામ પણ શરીર પર લાંબા સમય સુધી અસર કરે છે. જે કાર્યો પહેલા ખૂબ સરળતાથી કરવામાં આવતા હતા, હવે તેમને ખૂબ મગજ અને સાવધાની રાખવાની જરૂર છે.

ડોક્ટરે તેમને બેસીને પેન્ટ પહેરવાની સલાહ આપી છે. ઉભા રહીને આવું કરવાથી સંતુલન ગુમાવી શકાય છે અને પડી જવાનું જોખમ રહે છે. અમિતાભ બચ્ચને મજાકમાં લખ્યું કે શરૂઆતમાં તેમને આ સલાહ હાસ્યાસ્પદ લાગી, પરંતુ હવે લાગે છે કે ડૉક્ટર બિલકુલ સાચા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top