દેશના ૪૦% મુખ્યમંત્રીઓ સામે ગંભીર ફોજદારી કેસો! જાણો ક્યાં મુખ્યમંત્રી સામે કેટલા કેસો?

દેશના ૪૦% મુખ્યમંત્રીઓ સામે ગંભીર ફોજદારી કેસો! જાણો ક્યાં મુખ્યમંત્રી સામે કેટલા કેસો?

08/23/2025 National

SidhiKhabar

SidhiKhabar

દેશના ૪૦% મુખ્યમંત્રીઓ સામે ગંભીર ફોજદારી કેસો! જાણો ક્યાં મુખ્યમંત્રી સામે કેટલા કેસો?

તાજેતરમાં જ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં એક સુધારાનું બિલ રજૂ કરાયું હતું. જે અંતર્ગત  લોકતંત્રના પ્રતિનિધિ જો કોઈ પણ ફોજદારી ગુના હેઠળ ૩૦ દિવસથી વધુ સમય જેલમાં રહે તો તે આપોઆપ પદ પરથી દુર થઈ જશે. જે ખૂબ ચર્ચામાં આવ્યું. પરંતુ થોડા સુધારા વધારાની જોગવાઈને પગલે સંસદમાંથી પાસ કરવામાં નથી આવ્યું.

ત્યારે દેશમાં લડાતી ચૂંટણીઓ સંદર્ભે કાર્યરત એનજીઓ, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ જેને અંગ્રેજીમાં ટુંકમાં ADR કહેવામાં આવે છે. તેણે જાહેર કર્યું છે કે, તેણે રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ 30 વર્તમાન મુખ્યમંત્રીઓ દ્વારા આપવામાં આવેલા સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે. આ ડેટા તેમની છેલ્લી ચૂંટણી લડતા પહેલા તેમના દ્વારા દાખલ કરાયેલા સોગંદનામામાંથી લેવામાં આવ્યો છે.


40 ટકા મુખ્યમંત્રીઓ સામે ફોજદારી કેસ

40 ટકા મુખ્યમંત્રીઓ સામે ફોજદારી કેસ

જે મુજબ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સામે ૧૯ કેસ, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે ૧૩ અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને સામે ૫ કેસ ચાલી રહ્યાં હોવાનુ જાહેર કર્યું છે. ત્યારે મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસ અને સુખવિંદર સિંહ સુખુએ ચાર-ચાર, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને બે અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને એક કેસ જાહેર કર્યો છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADR ના નવા અહેવાલ મુજબ, દેશના 30 મુખ્યમંત્રીઓમાંથી, 12 એટલે કે 40 ટકા જેટલા મુખ્ય પ્રધાનોએ તેમની સામે ફોજદારી કેસ હોવાનું જાહેર કર્યું છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પોતાની સામે સૌથી વધુ 89 કેસ હોવાનું ચૂંટણી સમયે ચૂંટણીપંચમાં રજૂ કરાતા સોગંદનામા થકી જાહેર કર્યું છે, જ્યારે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને 47 કેસ હોવાનું સોગંદનામામાં જાહેર કર્યું છે.


માત્ર 33 ટકા મુખ્યપ્રધાનોએ ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા

માત્ર 33 ટકા મુખ્યપ્રધાનોએ ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના રિપોર્ટ મુજબ, 10 એટલે કે 33 ટકા મુખ્યપ્રધાનોએ તેમની સામે નોંધાયેલા ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા છે, જેમાં હત્યાના પ્રયાસ, અપહરણ, લાંચ અને ફોજદારી ધાકધમકી સંબંધિત કેસોનો સમાવેશ થાય છે.

આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે, જ્યારે કેન્દ્રની મોદી સરકારે પ્રધાન, મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન જો 30 દિવસ સુધી જેલમાં રહે તો તેમણે જે તે પદનો ત્યાગ કરવો પડશે. આ બિલ અંતર્ગત ગંભીર ફોજદારી આરોપોમાં 30 દિવસ માટે ધરપકડ કરાયેલા વડા પ્રધાન, મુખ્ય પ્રધાન અને પ્રધાનોને દૂર કરવાની જોગવાઈ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top