સેવન્થ ડે સ્કૂલની સામે જ યોજાયો નયનનો શ્રદ્ધાંજલી કાર્યક્રમ, અપરાધી માટે મૃત્યુદંડની માંગ,જાણો
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના કેસને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સેવન્થ ડે સ્કૂલ સામે જ યોજવામાં આવ્યો હતો. મૃતક નયનનાં શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
અનિચ્છનિય ઘટના ન બને તે માટે સ્કૂલ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં આજે કેટલાક વિસ્તારોમાં બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે. રિલીફ રોડ, કાલુપુર, રાયપુર ન્યૂ ક્લોથ માર્કેટના વેપારીઓએ બંધ પાળ્યું છે. વેપારીઓ સ્વયંભૂ બંધમાં જોડાઈને વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપી છે. સ્કૂલ સંચાલકોની બેદરકારીને લઈ વાલીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.
નયનનાં પિતા ગિરીશ સંતાણીએ જણાવ્યું હતું કે, નયન નેવીમાં જવા માંગતો હતો. સૈનિક બને તે પહેલા શહીદ થઈ ગયો હતો. નયનના પિતા આરોપીને ફાંસી આપવાની માંગ કરી છે. તેમજ કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. હત્યારો પોતે કબુલે છે કે, તેણે જ હત્યા કરી છે. તો શા માટે આઈ વિટનેશની જરૂર છે?
મૃતક નયનને સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. 19 ઓગસ્ટે બપોરે 1:10 વાગ્યે બેભાન હાલતમાં હોસ્પિટલ લવાયો હતો. હોસ્પિટલમાં 3 કલાક સુધી સર્જરી કરવા છતા નયનને બચાવી શકાયો નહોતો. મૃતક વિદ્યાર્થીને નાભિની બાજુમાં પેટમાં ખુબ જ ગંભીર ઇજાઓ થઇ હતી. નયનને ઈજા થતા મોટા પ્રમાણમાં લોહી વહ્યું હતું. લાંબા સમય સુધી સારવાર નહી મળવાનાં કારણે મોટા ભાગનું લોહી વહી ગયું હતું. હૃદય ધીમે-ધીમે કામ કરતું બંધ થઇ ચુક્યું હતું. 20 ઓગસ્ટ સવારે 2.50 વાગ્યે નયનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જેના પરથી સાબિત થાય છે કે, જો શાળા તંત્ર દ્વારા યોગ્ય સમયે વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોત તો તેનું મૃત્યુ થયું ન હોત.
ક્રાઇમબ્રાંચની તપાસનાં બીજા દિવસે સામે આવ્યું કે, શાળાના સિક્યુરિટી ગાર્ડ દ્વારા પ્રિન્સિપાલ ઇમેન્યુઅલને જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થી પર હુમલો થયાની જાણ હોવા છતા પ્રિન્સિપાલે બહાર આવવાની તસ્દી લીધી નહોતી. જેથી વિદ્યાર્થી 50 મિનિટ કરતા પણ વધારે સમય સુધી શાળા બહાર જ પડ્યો રહ્યો અને જેનાં કારણે લોહી વધારે વહી જવાથી તેનું મોત નિપજ્યું હતું.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp