ગુજરાતના આ શહેરમાં સીરિયન ગેંગનો પર્દાફાસ, ગાઝા પીડિત બતાવીને એશો-આરામ માટે મસ્જિદો પાસે ઉઘરાવત

ગુજરાતના આ શહેરમાં સીરિયન ગેંગનો પર્દાફાસ, ગાઝા પીડિત બતાવીને એશો-આરામ માટે મસ્જિદો પાસે ઉઘરાવતા હતા પૈસા

08/23/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના આ શહેરમાં સીરિયન ગેંગનો પર્દાફાસ, ગાઝા પીડિત બતાવીને એશો-આરામ માટે મસ્જિદો પાસે ઉઘરાવત

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક સીરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ ગાઝા પીડિતોના વેશમાં મસ્જિદો પાસેથી પૈસા એકત્ર કરતી હતી. અમદાવાદની મસ્જિદોમાંથી ઉઘરાવતા હતા રૂપિયા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી અમદાવાદની અલગ-અલગ મસ્જિદોની બહાર એક ગેંગ રૂપિયા ઉઘરાવી રહી છે, આ ગેંગ અરબી ભાષામાં એક બીજા સાથે વાતો પણ કરી રહી હતી ત્યારે ક્રાઈમ બ્રાંચે ગાઝાના પીડિત નાગરિક તરીકે ઢોંગ કરીને મસ્જિદોમાંથી રૂપિયા ઉઘરાવતી સીરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે, આ કેસમાં પોલીસે અલી મેઘાત અલઝહર નામના સીરિયન નાગરિકની ધરપકડ કરી છે. તે ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, તે પૈસાનો ઉપયોગ એશો-આરામની જિંદગી જીવવા માટે કરી રહ્યો હતો. પોલીસ કાર્યવાહી બાદ તેના 3 સાથીઓ ફરાર છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસનો દાવો છે કે ત્રણેયની ટૂંક સમયમાં ધરપકડ કરી લેવામાં આવશે.


આવી ગતિવિધિઓ દેશની આંતરિક સુરક્ષા માટે જોખમી: પોલીસ

આવી ગતિવિધિઓ દેશની આંતરિક સુરક્ષા માટે જોખમી: પોલીસ

ક્રાઈમ બ્રાન્ચે કહ્યું છે કે, આ ગતિવિધિઓ દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર જોખમ છે. તેઓ વિઝા નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને શંકાસ્પદ ગતિવિધિઓમાં સામેલ છે. જોકે, એકત્રિત કરેલા પૈસાનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવી રહ્યો હતો તે શોધવા માટે તપાસ ચાલી રહી છે.રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.


પકડાયેલો અલી મેધાત અલ-ઝહર દમાસ્કસનો રહેવાસી, 3 સાથી ફરાર

પકડાયેલો અલી મેધાત અલ-ઝહર દમાસ્કસનો રહેવાસી, 3 સાથી ફરાર

હાલમાં અલીને કસ્ટડીમાં લઈને બ્લેકલિસ્ટ કરવા અને દેશનિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી અન્ય ગેંગને પણ પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલો અલી મેધાત અલ-ઝહર દમાસ્કસનો રહેવાસી છે અને પોતાને સિયા મુસ્લિમ ગણાવી રહ્યો છે. તે અમદાવાદની એક હોટલમાં રોકાઈ રહ્યો હતો, જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીના શરીર પર ઘાના નિશાન છે, જેને તે યુદ્ધમાંથયેલી ઇજા હોવાનો દાવો કરી રહ્યો છે. આરોપીઓની ગેંગનો શામેલ ઝકરિયા અલજર, અહમદા અલહબશ, યુસુફ અલઝહર હજુ પણ ફરાર છે. પોલીસ તેમની શોધ કરી રહી છે. આ લોકો લેબનોનમાં ભેગા થયા હતા અને પછી ત્યાંથી ભારત આવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top