ઓનલાઈન ગેમિંગ કાયદો આવતાની સાથે જ EDની કોંગ્રેસના આ નેતા પર કાર્યવાહી! કરોડોનો ખેલ કર્યો ચત્તો!
ઓનલાઈન ગેમિંગ પર કાયદો બનતાની સાથે જ ED દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. બિલ પસાર થયાના એક દિવસ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યને કે.સી. વીરેન્દ્રના ઘરે દરોડા પાડીને 12 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. આ ઉપરાંત ઈડીએ 6 કરોડ રૂપિયાના સોનાના ઘરેણાં, 10 કિલો ચાંદી અને 4 લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત, 17 બેંક ખાતા અને ૨ લોકર ફ્રીઝ કરવામાં આવ્યા હતા.
ઓનલાઈન સટ્ટાબાજી અને ગેમિંગ રેકેટ પર કાર્યવાહી કરતા, ED એ કર્ણાટકના ચિત્રદુર્ગના ધારાસભ્ય કેસી વીરેન્દ્રની ગંગટોકથી ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય એજન્સીએ બેંગલુરુ, ચિત્રદુર્ગ, મુંબઈ, ગોવા અને ગંગટોક સહિત 31 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ગોવામાં પાંચ મોટા કેસિનો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
તપાસમાં જાણવા મળ્યું છે કે, ધારાસભ્ય અને તેમના ભાઈ ઓનલાઈન સટ્ટાબાજી સાઇટ્સ King567 અને Raja567 ચલાવી રહ્યા હતા. દુબઈની કંપનીઓ દ્વારા પૈસા ફરતા કરવામાં આવી રહ્યા હતા અને ગેરકાયદેસર કમાણીને સફેદ બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ધારાસભ્ય કેસિનો ભાડે લેવા માટે ગંગટોક આવ્યા હતા. તે જ સમયે EDએ તેમને પકડી લીધા. હવે તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર બેંગ્લોર કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે.
The Enforcement Directorate today arrested KC Veerendra, Karnataka's MLA from Chitradurga constituency, from Gangktok in connection with illegal online and offline betting case and recovered amount of approximately Rs 12 crore in cash, including approximately one crore in foreign… pic.twitter.com/HXpF1auWlD — ANI (@ANI) August 23, 2025
The Enforcement Directorate today arrested KC Veerendra, Karnataka's MLA from Chitradurga constituency, from Gangktok in connection with illegal online and offline betting case and recovered amount of approximately Rs 12 crore in cash, including approximately one crore in foreign… pic.twitter.com/HXpF1auWlD
સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી. વીરેન્દ્ર પપ્પી ચિત્રદુર્ગ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઓનલાઈન સટ્ટાબાજી અને ગેમિંગના સંદર્ભમાં ધારાસભ્ય અને કેટલાક અન્ય લોકોના પરિસરની તપાસ કરવામાં આવી રહી છે.
ED ને દરોડા દરમિયાન આવા ઘણા દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ મળ્યા છે. જે પૈસાની હેરાફેરી અને મની લોન્ડરિંગના મોટા નેટવર્કનો ખુલાસો કરે છે. એજન્સી હવે તપાસ કરી રહી છે કે સટ્ટાબાજીમાંથી કમાયેલા પૈસાથી કયા વ્યવસાયો અને મિલકતોનું રોકાણ કરવામાં આવ્યું હતું. કેસની તપાસ ચાલી રહી છે. ED ની આગળની તપાસમાં ઘણા મોટા ખુલાસા થવાની અપેક્ષા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp