P Chidambaram on Jagdeep Dhankhar Resigns: મંગળવારે એક ન્યૂઝ ચેનલના કન્સલ્ટિંગ એડિટર સાથેની એક ખાસ વાતચીતમાં કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ પી ચિદમ્બરમે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનાખડના રાજીનામાં પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવું પડ્યું કારણ કે તેમણે પોતાની મર્યાદા ઓળંગી દીધી હતી અને ન્યાયાધીશ યશવંત વર્મા વિરુદ્ધ પ્રસ્તાવ સ્વીકારીને સરકારનો વિરોધ કર્યો હતો.’ ચિદમ્બરમે દાવો કર્યો હતો કે તેનાથી સરકાર સાથેના તેમના સંબંધો બગડ્યા હશે. સ્પષ્ટ દેખાય છે કે બંને હવે એકમત પર નથી. જ્યારે સરકારે ધનખડ પર વિશ્વાસ ગુમાવ્યો, ત્યારે તેમણે જવું જ પડ્યું.
ચિદમ્બરમે રાજ્યસભામાં ધનખડના રાજીનામાની સંક્ષિપ્ત અને ઔપચારિક જાહેરાતને એ વાતના પુરાવા ગણાવ્યા કે, બંને પક્ષો વચ્ચે કોઈ પરસ્પર આદર બચ્યો નથી. કોંગ્રેસના સાંસદે કહ્યું કે કોઈ વિદાય સમારંભ ન થયો, જેનાથી સંકેત મળે છે કે ધનખડનું સમર્થન સમાપ્ત થઈ ગયું છે. ઉપાધ્યક્ષે રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી હોવાની સંક્ષિપ્ત અને ઔપચારિક જાહેરાત કરી અને કહ્યું કે કાર્યક્રમ પછીથી જાહેર કરવામાં આવશે. તેનો અર્થ એ થયો કે સરકારે કોઈ પણ પ્રકારના શોર-શરાબા કે ધામધૂમ વિના જગદીપ ધનખડને ગુડબાય કહી દીધું છે, જેનો અર્થ એ થયો કે બંને પક્ષોનો વિશ્વાસ અને સંબંધ પૂરી રીતે તૂટી ગયો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ન્યાયતંત્ર અને કારોબારી વચ્ચે વધતા તણાવ બાબતે પણ વાત કરી અને કહ્યું કે ધનખડે એક વર્ષ કરતા વધુ સમયથી ન્યાયિક મુદ્દાઓ પર સંઘર્ષાત્મક અભિગમ અપનાવ્યો હતો. 74 વર્ષીય જગદીપ ધનખડે ઓગસ્ટ 2022માં પદ સંભાળ્યું હતું અને તેમનો કાર્યકાળ 2027 સુધીનો હતો.
ચિદમ્બરમે વધુમાં કહ્યું કે મોદી સરકાર વ્યક્તિઓને ત્યાં સુધી જ સમર્થન આપે છે જ્યાં સુધી તેઓ તેમના વલણ સાથે જોડાયેલા રહે છે, પરંતુ જેવા જ તેઓ વલણથી હટે છે, તે સમર્થન પાછું ખેંચી લે છે. જુઓ, અમે મોદી સરકારનું કેરેક્ટર જાણીએ છીએ. જ્યાં સુધી કોઈ વ્યક્તિ તેમની વાત માને છે, ત્યાં સુધી તેઓ તેમની સાથે મિત્રતા જાળવી રાખે છે. પરંતુ જેવા જ તેઓ તેમના વલણથી હટે છે, તેઓ તેમનું સમર્થન પાછું લઈ લે છે.
તેમણે કહ્યું કે, હું એમ કહી રહ્યો નથી કે જગદીપ ધનખડના કિસ્સામાં આવું જ બન્યું છે, પરંતુ કંઈક તો બન્યું જ હશે." આ ઉપરાંત, ચિદમ્બરમે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં ભાજપના નેતાઓ જેપી નડ્ડા અને કિરેન રિજિજુ બપોરે 12:30 વાગ્યે બેઠકમાં હાજર રહ્યા હતા, પરંતુ ફરીથી બોલાવવામાં આવેલી બેઠકમાં હાજરી આપી નહોતી, જેને અન્ય લોકો દ્વારા બહિષ્કાર તરીકે જોવામાં આવ્યું હતું.
ચિદમ્બરમે કહ્યું કે ધનખડ આ ઘટનાક્રમથી નારાજ દેખાયા અને તેમણે બેઠક સમાપ્ત કરી દીધી. તેમણે સવાલ કર્યો કે, ‘12:30 થી 4:30 વાગ્યા વચ્ચે શું થયું? શું વિપક્ષ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ પર પોતાનું વલણ બદલી રહ્યું છે? એમ પૂછવામાં આવતા ચિદમ્બરમે કોઈ પણ બદલાવનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે વિપક્ષે મહિનાઓ પહેલા જ જગદીપ ધનખડ પર ભરોસો વિશ્વાસ ગુમાવી દીધો હતો.