Video: ‘અમારું મગજ છટકી ગયું તો એક બાદ એક..’, મિથુને પાકિસ્તાનને આપી દીધી ખુલ્લી ચેતવણી

Video: ‘અમારું મગજ છટકી ગયું તો એક બાદ એક..’, મિથુને પાકિસ્તાનને આપી દીધી ખુલ્લી ચેતવણી

08/13/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Video: ‘અમારું મગજ છટકી ગયું તો એક બાદ એક..’, મિથુને પાકિસ્તાનને આપી દીધી ખુલ્લી ચેતવણી

Mithun Chakraborty: ઓપરેશન સિંદૂરમાં કારમી હારનો સામનો કર્યા બાદ, પાકિસ્તાની નેતાઓ ભારત વિરુદ્ધ નિવેદનબાજી અને ધમકીઓ આપવાનું બંધ કરી રહ્યા નથી. પહેલા આર્મી ચીફ મુનીરે પરમાણુ હુમલો કરવાની ધમકી આપી અને પછી બિલાવલ ભુટ્ટોએ સિંધુ જળ સંધિ પર ભારત વિરુદ્ધ યુદ્ધની ધમકી આપી. ત્યારબાદ ભાજપના નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીએ સિંધુ જળ સંધિમાં બદલાવ અંગે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી દ્વારા ભારતને આપવામાં આવેલી ચેતવણીની ટીકા કરી છે.


અમારું મગજ છટકી ગયું તો એક બાદ એક બ્રાહ્મોસ ચાલશે

અમારું મગજ છટકી ગયું તો એક બાદ એક બ્રાહ્મોસ ચાલશે

અભિનેતામાંથી ભારતીય જનતા પાર્ટીના નેતા બનેલા મિથુન ચક્રવર્તીએ મંગળવારે બિલાવલ ભુટ્ટોના નિવેદન પર ચેતવણી આપતા કહ્યું કે, ‘જો આવી વાતો કહેતા રહેશે અને આપણું મગજ છટકી ગયું તો પછી એક બાદ એક બ્રહ્મોસને ચાલશે.

તેમણે એમ પણ કહ્યું કે, અમે એક એવો ડેમ બનાવવાનું પણ વિચાર્યું છે જ્યાં 140 કરોડ લોકો પેશાબ કરશે. ત્યારબાદ અમે ડેમ ખોલી દઇશું અને ત્સુનામી આવી જશે. મને પાકિસ્તાનના લોકોથી કોઈ ફરિયાદ નથી. મેં આ બધું તેમના (બિલાવલ ભુટ્ટો) માટે કહ્યું છે.'


બિલવલ ભુટ્ટોએ શું કહ્યું હતું?

બિલવલ ભુટ્ટોએ શું કહ્યું હતું?

પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ‘જો ભારત સિંધુ જળ સંધિને પુનઃસ્થાપિત નહીં કરે, તો તે આપણા ઇતિહાસ, સંસ્કૃતિ અને સભ્યતા પર હુમલો છે.’ આ સાથે બિલાવલ ભુટ્ટોએ ભારત પર પાકિસ્તાનને પાણીથી વંચિત રાખવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો. તેણે દાવો કર્યો કે ભારતની જળ નીતિ આક્રમક છે. બિલાવલે પોતાના ભાષણ દરમિયાન એમ પણ કહ્યું કે યુદ્ધની સ્થિતિમાં પાકિસ્તાનના લોકોમાં ભારતનો સામનો કરવાની તાકત છે. જો આવું થાય, તો પાકિસ્તાન બધી 6 નદીઓ પાછી લઈ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top