કોંગ્રેસના ‘વોટ ચોરી’ કેમ્પેઇનમાં કેકે મેનનનું કોઈ કનેક્શન નથી, જાણો શું બોલ્યા એક્ટર
સ્પેશિયલ ઓપ્સ સીરિઝના પ્રખ્યાત એક્ટર કેકે મેનનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રચારનો પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. જોકે, આ સત્ય નથી. કારણ કે એક્ટરે આવા કોઈપણ અભિયાનનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમણે પોસ્ટ પર જ કમેન્ટ કરીને કહ્યું કે તેઓ તેનો હિસ્સો નથી. આ એક એડિટ થયેલો વીડિયો છે. તેમણે તેમના નામનો દુરુપયોગ કરવાનો સીધો આરોપ કોંગ્રેસ પર લગાવ્યો છે.
એક્ટર કેકે મેનને કોંગ્રેસના 'વોટ ચોરી' અભિયાનમાં પોતાની ભાગીદારીનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમની સ્પેશિયલ ઓપ્સ વેબ સીરિઝના પ્રમોશનલ વીડિયોની ક્લિપનો ઉપયોગ કર્યો છે. તે પણ તેમની મંજૂરી વિના, જે પૂરી રીતે ખોટું છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર ‘વોટ ચોરી’ સંબંધિત એક જાગૃતિ ફેલાવતો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં કેકે મેનનનું પાત્ર હિંમત સિંહ, જે સ્પેશિયલ ઓપ્સમાં ઇન્ટેલિજેન્સ અધિકારી છે, તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં, કેકે મેનન લોકોને આ અભિયાનમાં જોડાવાની વાત કહેતા જોવા મળ્યા હતા. પરંતુ જ્યારે આ વીડિયો એક્ટર સુધી પહોંચ્યો, તો તેમણે તરત જ પ્રતિક્રિયા આપી. તેમણે કમેન્ટમાં સ્પષ્ટ કર્યું કે, આ વીડિયો તેમના શૉના પ્રમોશનનો છે અને તેને રાજનીતિક પ્રચાર માટે વિચારવામાં પણ આવ્યો નહોતો.
એક્ટર કેકે મેનને લખ્યું કે, ‘કૃપયા નોટ કરી લો કે મેં આ જાહેરાતમાં અભિનય કર્યો નથી. મારી સ્પેશિયલ ઓપ્સ પ્રમોશનલ ક્લિપને મંજૂરી વિના એડિટ કરીને ઉપયોગમાં લેવામાં આવી છે.’ એક્ટરના આ ખંડન પર યુઝર્સ મિશ્ર પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. કોઈ તેને મોટી વાત ન બતાવતા ઇગ્નોર કરવાની વાત કહી રહ્યા છે, જ્યારે કેટલાક કહી રહ્યા છે કે કોઈ પાર્ટી મંજૂરી વિના એક્ટરના વીડિયોનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે.
View this post on Instagram A post shared by Congress (@incindia)
A post shared by Congress (@incindia)
તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ પાર્ટી ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ લગાવીને આ ‘વોટ ચોરી' અભિયાનને વધુ તેજ બનાવી રહી છે. પાર્ટીએ એક વેબસાઇટ પણ શરૂ કરી છે જ્યાં લોકો ચૂંટણી પંચ પાસેથી જવાબદારીની માગ કરી શકે છે અને ડિજિટલ મતદાર યાદીને જાહેર કરવાની માગ કરી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp