રખડતા કુતરાનાં મુદ્દા પર વધું એક નેતાનું મગજ ચક્રાવતું નિવેદન! કહ્યું કે, 2,500 કૂતરાઓને મારીને

રખડતા કુતરાનાં મુદ્દા પર વધું એક નેતાનું મગજ ચક્રાવતું નિવેદન! કહ્યું કે, 2,500 કૂતરાઓને મારીને....,જાણો શું કહ્યું?

08/13/2025 National

SidhiKhabar

SidhiKhabar

રખડતા કુતરાનાં મુદ્દા પર વધું એક નેતાનું મગજ ચક્રાવતું નિવેદન! કહ્યું કે, 2,500 કૂતરાઓને મારીને

રખડતા કુતરાઓના આતંકને પગલે સુપ્રીમકોર્ટના નિર્ણય બાદ આ મુદ્દે સમગ્ર દેશમાં ચર્ચાનું જોર પકડ્યું છે. જે બોલીવુડ સેલેબ્રિટીસથી લઈને દરેક પાર્ટીઓના નેતાઓ પોતાનો મત રજૂ કરી રહ્યા છે. ત્યારે કર્નાટક રાજ્યના જનતાદળ(JDS) પાર્ટીના ધારાસભ્ય એવા એસએલ ભોજેગૌડાએ રખડતા કુતરાઓ અંગેના સુપ્રીમકોર્ટના નિર્ણય પર પોતાનું ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.

ગૃહમાં રખડતા કૂતરાઓના મુદ્દા પર ચર્ચા દરમિયાન ભોજેગૌડાએ કહ્યું કે, ' ચિક્કામગલુરુ નગર પરિષદના પ્રમુખ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન અમે 2,500 કૂતરાઓને મારીને ઝાડ નીચે દફનાવી દીધા હતા. જેથી તેઓ કુદરતી ખાતર બની શકે.' એસ.એલ. ભોજેગૌડા ઘણા વર્ષોથી વિધાન પરિષદના સભ્ય છે.


ભોજેગૌડાએ વધુમાં કહ્યું કે, 'સરકારે તેમના ઘરમાં 10-10 કૂતરા.....'

ભોજેગૌડાએ વધુમાં કહ્યું કે, 'સરકારે તેમના ઘરમાં 10-10 કૂતરા.....'

રખડતા કુતરાઓના આતંકને કારણે અત્યાર સુધીમાં કર્ણાટકમાં 2.4 લાખ કૂતરા કરડવાના કેસ નોંધાયા છે. ઉપરાંત હડકવાથી 19 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. જે અંગે વાત કરતાં ત્યાનાં મ્યુનિસિપલ વહીવટ મંત્રી રહીમ ખાને કહ્યું હતું કે, 'વર્તમાન નિયમો માત્ર રખડતા કૂતરાઓને નસબંધી અને રસીકરણની મંજૂરી આપે છે, તેમને મારવાની નહીં.'

જો કે આ મુદ્દે ભોજેગૌડાએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, 'જો કોઈ રખડતા કૂતરાઓને રસ્તા પરથી દૂર કરવાનો વિરોધ કરે છે, તો સરકારે તેમના ઘરમાં 10-10 કૂતરા છોડી મુકવા જોઈએ.'


ત્યારે આ મુદ્દે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા 'X' પર મંગળવારે એક પોસ્ટ લખી હતી કે, 'રખડતા કૂતરાઓને ઉપદ્રવી માનીને હટાવવા એ શાસન નથી, પરંતુ ક્રૂરતા છે. માનવીય સમાજ એવા ઉકેલો શોધે છે, જે લોકો અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. જેમાં નસબંધી, રસીકરણ અને સમુદાય સંભાળ જેવા કાર્યો અંગે વિચારી શકાય છે. ભય આધારિત પગલાં ફક્ત દુઃખમાં વધારો કરે છે, રક્ષણ નહીં.'


સુપ્રીમ કોર્ટનો આ નિર્દેશ ક્રૂર, ટૂંકી દૃષ્ટિ અને કરુણાનો અભાવ દર્શાવે છે

મુખ્યમંત્રીની આ પોસ્ટ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની એ પોસ્ટના જવાબમાં આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે, દિલ્હી-એનસીઆરમાંથી બધા રખડતા કૂતરાઓને દૂર કરવાનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ દાયકાઓ જૂની માનવીય અને વિજ્ઞાન-સમર્થિત નીતિથી એક પગલું પાછળ છે. ઉપરાંત કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, 'રખડતા કૂતરાઓને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્દેશ ક્રૂર, ટૂંકી દૃષ્ટિ અને કરુણાનો અભાવ દર્શાવે છે.'

તેમની આ ટિપ્પણી સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆર અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે શેરીઓમાંથી બધા જ રખડતા કૂતરાઓને કાયમી ધોરણે આશ્રયસ્થાનોમાં ખસેડવાનો નિર્દેશ આપ્યા પછી આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, 'રખડતા કૂતરા કરડવાથી હડકવાનું જોખમ રહેલું છે, ખાસ કરીને બાળકો માટે આ ખૂબ જ ગંભીર સ્થિતિ છે.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top