Video: ‘ચાલ હટ, ભાગ અહીથી..’, ટ્રાફિક પોલીસકર્મી સાથે ઝઘડી પડ્યો ભાજપના MLCનો પુત્ર
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં, ભાજપના MLC ઋષિપાલ સિંહનો પુત્ર ટ્રાફિક પોલીસ સાથે ઝઘડો કરી રહ્યો હતો. રસ્તા પરથી કાર હટાવવાનું કહેવામાં આવતા, અલીગઢના ભાજપ MLC ઋષિપાલ સિંહના પુત્ર ચૌધરી તપેશે ટ્રાફિક પોલીસ સાથે ઝઘડો થઈ ગયો. ચૌધરી તપેશે કોન્સ્ટેબલને કહ્યું- ‘ચાલ હટ, ભાગ અહીંથી.’ કાર પર ધારાસભ્ય લખેલું હતું અને BJPનો ઝંડો લગાવવામાં આવ્યો હતો અને અંદર એક ગનર પણ ઉપસ્થિત હતો. MLCના પુત્રએ કોન્સ્ટેબલ સાથે ગેરવર્તન કર્યું. આ દરમિયાન ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
આ વીડિયોમાં ટ્રાફિક કોન્સ્ટેબલ કહેતો જોવા મળે છે કે તમે પિતાનું નામ બદનામ કરી રહ્યા છો. તમે રસ્તો જામ કરી રહ્યા છો અને ઉપરથી તમે ગેરવર્તન કરી રહ્યા છો. યુવક અને કોન્સ્ટેબલ વચ્ચેના ઝઘડા સાથે જોડાયેલો એક વાયરલ વીડિયો પણ સામે આવ્યો છે. મામલો સાસની કોતવાલી વિસ્તારના કોતવાલી ચોકનો છે. હાઇવે પર રસ્તાની બાજુમાં એક સ્કોર્પિયો કાર ગેરકાયદેસર રીતે આવીને રોકી દેવામાં આવી હતી. જ્યારે ચોકડી પર જામ શરૂ થયો, ત્યારે ઘટનાસ્થળ પર તૈનાત ટ્રાફિક કોન્સ્ટેબલ એસ.પી. સિંહે કાર હટાવવાનું કહ્યું. કાર પર ધારાસભ્ય લખેલું હતું અને ભાજપનો ઝંડો પણ લગાવવામાં આવ્યો હતો.
चल हट भाग यहां से, 55 साल की उम्र है इसलिए .... वर्ना ... विधायक जी का बेटा है क्या इतनी भी गुंडई नहीं कर सकता? BJP वो पार्टी है जिसके जिला मंत्री का चालान मैने खुद कटते देखा है, पार्टी ने समर्थन नहीं किया ऊपर से कारण बताओ नोटिक दे दिया कि आप कानून का पालन नहीं कर रहे, लेकिन… pic.twitter.com/i9joi8MZwK — Nitin Shukla 🇮🇳 (@nshuklain) August 12, 2025
चल हट भाग यहां से, 55 साल की उम्र है इसलिए .... वर्ना ... विधायक जी का बेटा है क्या इतनी भी गुंडई नहीं कर सकता? BJP वो पार्टी है जिसके जिला मंत्री का चालान मैने खुद कटते देखा है, पार्टी ने समर्थन नहीं किया ऊपर से कारण बताओ नोटिक दे दिया कि आप कानून का पालन नहीं कर रहे, लेकिन… pic.twitter.com/i9joi8MZwK
જ્યારે ટ્રાફિક કોન્સ્ટેબલે રોક્યો તો કારમાં બેઠો યુવક ગુસ્સે થઈ ગયો અને કોન્સ્ટેબલને બોલ્યો- ચાલ હટ, ભાગ અહીથી અને કાર હટાવવાની ના પાડી દીધી. આ બાબતે કોન્સ્ટેબલ અને યુવક વચ્ચે ઝઘડો શરૂ થઇ ગયો. કોન્સ્ટેબલે વીડિયો બનાવતા યુવકને આડેહાથ લઈ લીધો. બંને વચ્ચેના ઝઘડા દરમિયાન, રસ્તા પર ઘણા વાહનો ત્યાં ફસાઈ રહ્યા. લોકો હોર્ન વગાડતા રહ્યા, જેથી વિધાન પરિષદના સભ્યના પુત્રની કાર હટી જાય. લાંબા સમય સુધી અન્ય પોલીસકર્મીઓ પણ વિધાન પરિષદના પુત્રને સમજાવતા રહ્યા. પરંતુ આ બોલાબોલી 3-4 મિનિટ સુધી ચાલુ રહી. MLCના પુત્રએ પણ તેને જોઈ લેવાની વાત પણ કહી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp