Mandavi: માંડવીમાં આધારકાર્ડ બનાવનાર કર્મચારીની ખુલ્લી દાદાગીરી, બોલ્યો- ‘તમે લોકો આદિવાસી...’

Mandavi: માંડવીમાં આધારકાર્ડ બનાવનાર કર્મચારીની ખુલ્લી દાદાગીરી, બોલ્યો- ‘તમે લોકો આદિવાસી...’

07/18/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Mandavi: માંડવીમાં આધારકાર્ડ બનાવનાર કર્મચારીની ખુલ્લી દાદાગીરી, બોલ્યો- ‘તમે લોકો આદિવાસી...’

Mandvi:  માંડવીના મામલતદાર કચેરીએ આધારકાર્ડ કઢાવનાર, અપડેટ કરનારા, સુધારા-વધારા કરાવનારા લોકોની ભીડ સવારથી જ ઉમટી પડતી હોય છે. અત્યારે ડાંગર રોપણીની સિઝન ચાલી રહી છે, છતા લોકો અધારકાર્ડના કામ માટે પોતાના કામકાજ પણ પડતા મૂકીને, નોકરીઓ પરથી રજા લઈને પણ આવતા હોય છે, પરંતુ અધિકારીઓની કોઈ પડી જ ન હોય તેમ વિલંબથી આવવા સાથે જ ખૂબ ધીમું કાર્ય કરી રહ્યા હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે. સાથે જ માંડવીનો આધારકાર્ડ કર્મચારી કામકાજના સમય દરમિયાન વારંવાર ફોન પર વાત કરી રહ્યો હોવાની વાત પણ સામે આવી, જેના કારણે કામ ખૂબ ધીમું થઈ રહ્યું હતું.


એક વ્યક્તિના સવાલો પર આધારકાર્ડ કર્મી ઉશ્કેરાઈ ગયો

એક વ્યક્તિના સવાલો પર આધારકાર્ડ કર્મી ઉશ્કેરાઈ ગયો

મળતી માહિતી મુજાવ આજે 12:00 વાગ્યા સુધી પણ કોઈ કામ ન થઈ શક્યું હતુ. આ અંગે પૂછવામાં આવતા સાઇટ ચાલી ન ચાલી રહી હોવાની વાત કહી હતી. તો આ દરમિયાન એક વ્યક્તિએ જ્યારે સાઇટ ક્યારે ચાલુ થશે, આજે જેમને ટોકન મળ્યું છે તેમનો વારો ન આવે તો કાલે તેમને પહેલો ચાંસ મળશે કે કેમ? મારી પત્નીનો આધારમાં અપડેટ કરાવવાનું છે શું કરવું પડશે? એવા સવાલ કરતા કર્મચારી ઉશ્કેરાઈ ગયો હતો અને બોલવા લાગ્યો કે તું એકલો છે બીજા લોકો સવાલ નથી કરતા, તું જ વારંવાર પૂછ્યા કરે છે. તો વ્યક્તિએ કહ્યું કે તમે જવાબદાર વ્યક્તિ છો વ્યવસ્થિત જવાબ આપો, તમને સવાલ પણ ન કરી શકાય, શુ તમારી પાસ જવાબો નથી એમ પૂછતા તો કર્મચારી બોલ્યો- કેટલી વખત કહેવાનું, તું એકલો જ પૂછ્યા કરે છે. બીજું કોઈ પૂછતું નથી. એક થપ્પડ મારી આપીશ.

(તસવીરમાં દેખાતા લોકો આધારકાર્ડ અપડેટ માટે આવ્યા હતા)


પત્રકારો પર કરી આપત્તિજનક વાત

પત્રકારો પર કરી આપત્તિજનક વાત

ત્યારબાદ એ વ્યક્તિએ પોતે પત્રકાર હોવાની વાત કહી તો તેણે પત્રકારો પર પણ આપત્તિજનક વાતો કહી. તેમણે કહ્યું કે, ‘ પત્રકારો મરી જાય તો લોકો કહે છે સારું થયું મરી ગયો. એવું બધા કહે છે. એમ કહીને પત્રકારો પર આપત્તિજનક વાત કહી હતી. ત્યારબાદ અન્ય એક પત્રકાર આવતા તેમણે કહ્યું કે, શું થયું તો? તો આખી વિગત કહી. આધારકાર્ડ કાઢનાર કર્મચારીએ ફરી એજ રટણ કર્યું કે આજ એકલો પૂછ્યા કરે છે? ક્યારે સાઇટ ચાલુ થશે, ક્યારે ચાલુ થશે. તો આધારકાર્ડ કર્મચારીને જ્યારે બીજા પત્રકારોએ કહ્યું કે, આદિવાસી લોકો સવારથી અટવાય છે? ન કામ ચાલતું હોય તો બોર્ડ મારી દો. તો કર્મચારી કહેવા લાગ્યો. તમે લોકો આદિવાસીઓના નામે રોટલા શેકો છો? ત્યારે પત્રકારોએ પૂછવાનો પ્રયાસ કર્યો કે કઈ રીતે અમે આદિવાસીઓના નામે રોટલા શેકીએ છીએ. અમે કોઈ રાજકીય પાર્ટીમાંથી નથી આવી રહ્યા છે. તો તેમણે આ અંગે કોઈ જવાબ ન આપ્યો. અને મને કામ કરવા દો એમ કહેવા લાગ્યો

આ ઘટનાએ કેટલાક સવાલ ઊભા કર્યા છે કે શું કર્મચારીને ઓફિસમાં કોઈ જ સવાલ ન કરવો જોઈએ? વ્યક્તિઓએ પોતાને જોઈતી માહિતી માટે સવાલો ન કરવા જોઈએ? જો કોઈ વ્યક્તિ થોડા સવાલ કરી લે તો શું કર્મચારી ઉશ્કેરાઈ જવું જોઈએ? પત્રકારો સાથે આ પ્રકારની વાતો કરતા હોય તો સામાન્ય લોકોની શું હાલત થતી હશે?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top