Gujarat: ગંભીરા બ્રિજ બાદ વધુ એક બ્રિજ ધડામ, 8-10થી વધુ લોકો નદીમાં પડ્યા, જુઓ વીડિયો
Junagadh Mangrol Ajaka Bridge Collapse: થોડા દિવસ અગાઉ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો, જેમાં 21 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ સરકાર પણ એક્શન મોડમાં આવી હતી અને જવાબદાર 5 એન્જિનિયરોને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અન્ય પુલોનું તાત્કાલિક અને સંપૂર્ણ નિરીક્ષણ કરવાના નિર્દેશ આપ્યા હતા. પરંતુ હવે ગંભીરા બાદ વધુ એક બ્રિજ ધડામ થઈ ગયો છે. ચાલો જાણીએ આ ઘટના ક્યાંની છે અને તેમાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામમાં આવેલો પુલ કેશોદને માધવપુર સાથે જોડતો મહત્ત્વપૂર્ણ માર્ગ છે. અહીંથી રોજ અનેક વાહનો પસાર થાય છે. આજે સવારે પુલનું સમારકામનું કામ ચાલી રહ્યું હતું. હિટાચી મશીન સાથે કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે અચાનક પુલનો સ્લેબ ધડામ થઈ જતા જોરદાર અવાજ સાથે હિટાચી મશીન નદીમાં પડી ગયું હતું. સ્લેબ તૂટી પડતા ત્યાં ઉભા 8-10 લોકો પણ 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા, જોકે, સદનસીબે તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી કે ન તો કોઈને ગંભીર ઇજા થઈ છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે, સમારકામ જીવના જોખમે કરવામાં આવી રહ્યું હતું. કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી આવા અકસ્માત થાય છે. આ રસ્તો સાર્વજનિક રસ્તો છે, હજારો વાહનો પસાર થાય છે, અહીં કામ કરવાની યોગ્ય તૈયારી વિના લોકોના જીવ સાથે રમત થઈ રહી છે. હવે દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થયો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે પુલનો સ્લેબ તૂટતા જ લોકો ભયભીત થઈ જાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp