Sandip Desai: સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ડિરેક્ટર પદ પરથી ધારાસભ્ય સંદીપ દેસાઇનું 6 મહિના અગાઉ રાજીનામું
MLA Sandip Desai resigns from the post of director of Surat District Co-Operative Bank: સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને આર્થિક બળ પૂરી પાડનારી બેન્ક સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ડિરેક્ટર અને ચૌર્યાસી વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય સંદીપ દેસાઇએ બોર્ડની ટર્મ પૂરી થાય તેના 6 મહિના અગાઉ જ રાજીનામું આપી દીધું હતું. જેને શુક્રવારે મળેલી બોર્ડ મીટિંગમાં મંજૂર કરવામાં આવ્યું હતું. હવે એવી ચર્ચા થઈ રહી છે કે ભાજપ મોવડી મંડળ આગામી સમયમાં સહકારી ક્ષેત્રમાં કોઈ મહત્ત્વની જવાબદારી આપી શકે છે.
મળતી માહિતી મુજબ, ભારત સરકારના લૉ એન્ડ જસ્ટિસ વિભાગના 15 એપ્રિલ 2025ના The Banking Laws (Amedment) AVT 2025 No.16 ઓફ 2025ના અમલીકરણ બાબતે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી, સુરતને મળેલી સૂચના મુજબ સુરતની 5 સહકારી બેન્કો પાસે હકીકતલક્ષી અહેવાલ માગવામાં આવ્યો હતો ત્યારબાદ કાયદાકીય જોગવાઈ મુજબ 10 વર્ષની મુદતથી જે ડિરેક્ટર હોય તેમને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાય તે અગાઉ જ સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ડિરેક્ટર અને ચૌર્યાસી વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સંદીપ દેસાઇ 4 વર્ષ ઉપપ્રમુખ અને 9.5 વર્ષ ડિરેક્ટર પદે રહ્યા છે.
સંદીપ દેસાઇએ જણાવ્યું હતું કે બેંકિંગ લૉ અમેડમેન્ટ લૉ 2025ની જોગવાઈ મુજબ, 10 વર્ષથી વધુ સમય સુધી સહકારી બેન્કમાં ડિરેક્ટર તરીકે નહીં રહી શકાય. આ કારણે રાજીનામું આપ્યું છે.
એવી ચર્ચા પણ થઈ રહી છે કે સુરત જિલ્લાની 5 સહકારી બેન્કોના 10 વર્ષ જૂના હોદ્દેદારો, ડિરેકટર્સને લઈને જિલ્લા રજીસ્ટ્રારે અહેવાલ માગ્યો હતો. ત્યારબાદ ગતિવિધિ વધી છે. સંદીપ દેસાઇ બાદ સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના વર્તમાન ઉપપ્રમુખ સુનિલ પટેલ, માજી પ્રમુખ નરેશ પટેલ, દિલિપ પાટીલ અને કિરીટ ગાંગરામ પણ રાજીનામું આપે તેવી સંભાવના છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp