Ahmedabad Plane Crash: અમદાવાદ દુર્ઘટના પર આવી ગયો પ્રાથમિક રિપોર્ટ, એર ઈન્ડિયા પ્લેન ક્રેશ અગાઉ કોકપીટમાં પાયલટની વાતચીત આવી સામે
Air India Plane Crash Preliminary Report: ગુજરાતમાં 12 જૂનનો દિવસ ખૂબ કાળમુખો રહ્યો, આ દિવસે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડાણ ભર્યાની થોડી જ સેકન્ડમાં ક્રેશ થઈ ગયું, તેમાં એક મુસાફરને છોડીને તમામના મોત થઈ ગયા હતા. આ અકસ્માતમાં ગુજરાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પણ ગુમાવ્યા. હવે એર ઇન્ડિયાના વિમાન (AI171) અકસ્માતનો પ્રાથમિક તપાસ રિપોર્ટ સામે આવી ગયો છે.
ભારતીય વિમાન અકસ્માત તપાસ બ્યૂરો (AAIB)ના રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ, વિમાનના બંને એન્જિન ટેકઓફ થયાની થોડી જ સેકન્ડ બાદ અચાનક બંધ થઈ ગયા હતા, જેના કારણે વિમાનની ગતિ ધીમી પડી ગઈ અને ક્રેશ થઈ ગયું. આ દરમિયાન, બંને પાઇલટ વચ્ચે વાતચીત થાય છે. એક પાઇલટે પૂછ્યું- ‘તમે ફ્યૂલ કેમ બંધ કરી દીધું? તેના પર બીજા પાઇલટે જવાબ આપ્યો, મેં એમ નથી કર્યું. આ વાતચીતની થોડી જ સેકન્ડ બાદ જ વિમાનની ગતિ ધીમી થવા લાગે છે અને આ વિમાન મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાય છે.
આ મામલે એરક્રાફ્ટ અકસ્માત ઇન્વેસ્ટિગેશન બ્યૂરો ઓફ ઇન્ડિયા (AAIB)એ હવે અકસ્માતનું કારણ જાણવા માટે 15 પાનાંનો રિપોર્ટ રજૂ કર્યો છે. આ પ્રાથમિક રિપોર્ટ છે. તેમાં ન માત્ર ટેક્નિકલ કારણોનો ખુલાસો થયો છે, પરંતુ કોકપીટમાં થયેલી છેલ્લી વાતચીતે ઘણા નવા સવાલ ઉભા કરી દીધા છે. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાણ ભરી અને થોડી જ સેકન્ડ બાદ, એન્જિન ફેઇલ થવાને કારણે, વિમાન બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાઈને ક્રેશ થઈ ગયું હતું.
એર ઇન્ડિયાનું આ વિમાન 12 જૂને અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. આ અકસ્માતમાં 260 લોકોના મોત થયા હતા. જેમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ અને 19 અન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. ટેકઓફ બાદ તરત જ, બંને એન્જિનના ફ્યુલ કટઓફ સ્વીચ 'RUN' થી 'CUTOFF' સ્થિતિમાં આવી ગઈ. તે પણ માત્ર એક સેકન્ડના અંતરે. ત્યારબાદ બંને એન્જિનની થ્રસ્ટ ક્ષમતા પૂરી રીતે ખતમ થઈ ગઈ. ટેકઓફ બાદ તરત જ વિમાન સીધું અમદાવાદમાં મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડી ગયું. તેનાથી જાનમાલનું ભારે નુકસાન થયું.
અકસ્માતની થોડી જ સેકન્ડ અગાઉ, પાઇલટ્સ વચ્ચેની વાતચીત રેકોર્ડ થઈ છે. એક પાયલટે પૂછ્યું- તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું? બીજા પાયલટે જવાબ આપ્યો- ‘મેં એવું નથી કર્યું.’ આ સંવાદ ટેક્નિકલ ખામી અથવા માનવીય ભ્રમ તરફ ઈશારો કરે છે. ટેકઓફ બાદ થોડીવારમાં CCTVમાં દેખાયું કે ઇમરજન્સી પાવર સપ્લાય સિસ્ટમ (RAT) સક્રિય થઈ ગઈ હતી અને એ ત્યારે જ થાય છે જ્યારે એન્જિન બંધ થાય છે.
એક એન્જિન (એન્જિન 2) થોડા સમય માટે કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ બીજું એન્જિન (એન્જિન 1) સ્થિર ન થઈ શક્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તપાસમાં પક્ષી ટકરાવાના કોઈ પુરાવા મળ્યા નથી, જેથી આ કારણ બહાર કડી દીધું. વિમાનના આગળના ભાગમાં સ્થાપિત એક્સટેન્ડેડ એરફ્રેમ ફ્લાઇટ રેકોર્ડર (EAFR)માંથી ડેટા સફળતાપૂર્વક કાઢવામાં આવ્યા હતા. જો કે, પાછળનું રેકોર્ડર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી બોઇંગ અથવા GE એન્જિન નિર્મતાને કોઈ ચેતવણી અથવા એડવાઈઝરી જાહેર કરવા આવી નથી, કારણ કે અકસ્માતનું વાસ્તવિક કારણ હજુ તપાસ હેઠળ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp