કેસી વેણુગોપાલ સહિત કેટલાક સાંસદોને લઈને જઇ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ચેન્નઈ ડાયવર્ટ

કેસી વેણુગોપાલ સહિત કેટલાક સાંસદોને લઈને જઇ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ચેન્નઈ ડાયવર્ટ

08/11/2025 National

SidhiKhabar

SidhiKhabar

કેસી વેણુગોપાલ સહિત કેટલાક સાંસદોને લઈને જઇ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ચેન્નઈ ડાયવર્ટ

KC Venugopal as Trivandrum Delhi Air India flight makes emergency diversion lands in Chennai: એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2455ને ટેકનિકલ ખામી અને ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ ડાયવર્ટ કરવી પડી. વિમાન ચેન્નાઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું, જ્યાં વિમાનની જરૂરી તપાસ કરવામાં આવશે. આ ફ્લાઇટમાં 5 સાંસદો- કેસી વેણુગોપાલ, કોડિક્કુનીલ સુરેશ, અદૂર પ્રકાશ, કે. રાધાકૃષ્ણન અને રોબર્ટ બ્રુસ દિલ્હી જઈ રહ્યા હતા. કોંગ્રેસના નેતા અને સાંસદ કેસી વેણુગોપાલે આ ઘટનાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી. તેમણે કહ્યું કે ફ્લાઇટ શરૂઆત જ મોડેથી થઈ અને ટેકઓફ કર્યા બાદ તરત જ અમને અભૂતપૂર્વ ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો. લગભગ એક કલાક બાદ કેપ્ટને ફ્લાઇટ સિગ્નલ ફોલ્ટની જાહેરાત કરી અને વિમાનને ચેન્નાઈ ઠરાવ વાળી દીધું.


વેણુગોપાલે શું કહ્યું?

વેણુગોપાલે શું કહ્યું?

વેણુગોપાલના જણાવ્યા મુજબ, વિમાન ચેન્નાઈ એરપોર્ટ પર લગભગ બે કલાક સુધી ક્લિયરન્સની રાહ જોતું રહ્યું. પ્રથમ લેન્ડિંગ પ્રયાસ દરમિયાન એક ચોંકવાનારી ક્ષણ આવી- અહેવાલો અનુસાર, તે જ રનવે પર બીજું વિમાન હાજર હતું. કેપ્ટનના ઝડપી નિર્ણયે વિમાનને ઉપર ખેંચી લીધું અને તમામ મુસાફરોના જીવ બચી ગયા. બીજા પ્રયાસમાં ફ્લાઇટ સુરક્ષિત રીતે ઉતરી.

કોંગ્રેસના સાંસદે કહ્યું કે, ‘ અમને સ્કિલ અને નસીબ બંનેએ બચાવ્યા, પરંતુ મુસાફરોની સેફ્ટી નસીબ પર નિર્ભર ન હોવી જોઈએ. હું DGCA અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને અપીલ કરું છું કે તેઓ આ ઘટનાની તાત્કાલિક તપાસ કરે, જવાબદારી નક્કી કરે અને સુનિશ્ચિત કરે કે આવી ભૂલો ફરીથી ન થાય.’


એર ઇન્ડિયા રનવે પર અન્ય વિમાનોની હાજરીનો ઇનકાર કર્યો

એર ઇન્ડિયા રનવે પર અન્ય વિમાનોની હાજરીનો ઇનકાર કર્યો

એર ઇન્ડિયાએ એરપોર્ટ પર અન્ય વિમાનની હાજરીના કેસી વેણુગોપાલના દાવાને ફગાવી દીધો છે. એરલાઇને કોંગ્રેસના સાંસદની પોસ્ટ પર ટિપ્પણી કરતા કહ્યું કે, ‘અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે ચેન્નાઈ તરફ ફ્લાઇટનું ડાયવર્ઝન એક સાવચેતીભર્યું પગલું હતું, જે શંકાસ્પદ ટેકનિકલ સમસ્યા અને ખરાબ હવામાનને કારણે લેવામાં આવ્યું હતું.

ચેન્નાઈ એરપોર્ટ પર પ્રથમ લેન્ડિંગ પ્રયાસ દરમિયાન, એર ટ્રાફિક કંટ્રોલ (ATC)એ ‘ગો-અરાઉન્ડનો નિર્દેશ આપ્યો હતો, અને તે રનવે પર અન્ય કોઈ વિમાનની હાજરીને કારણે નહોતું. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, અમારા પાઇલટ્સ આવી પરિસ્થિતિઓને સંભાળવા માટે પૂરી રીતે તાલીમ પામેલા છે, અને આ કિસ્સામાં પણ, તેમણે સમગ્ર ફ્લાઇટ દરમિયાન તમામ માનક પ્રક્રિયાઓનું પાલન કર્યું. અમે સમજીએ છીએ કે આ અનુભવ તમારા માટે અસ્વસ્થતાભર્યો હોવો જોઈએ અને આ ડાયવર્ઝનને કારણે થયેલી અસુવિધા બદલ અમને દુઃખ છે. જો કે, મુસાફરો અને ક્રૂની સેફ્ટી હંમેશા અમારી ટોચની પ્રાથમિકતા છે. તમારી સમજદારી બદલ આભાર.’

એર ઇન્ડિયાના સત્તાવાર નિવેદનમાં એ વાતનો ઉલ્લેખ કર્યો નથી કે રનવે પર બીજા વિમાનની હાજરીને કારણે લેન્ડિંગમાં સમસ્યા ઉત્પન્ન થઈ. એરલાઇને માત્ર ટેકનિકલ સમસ્યાઓ અને હવામાનને કારણે ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું. વિમાન 10 ઓગસ્ટના રોજ તિરુવનંતપુરમથી દિલ્હી માટે રવાના થયું હતું. એર ઇન્ડિયાએ મુસાફરોની અસુવિધા બદલ માફી માગી હતી અને કહ્યું હતું કે ચેન્નાઈમાં તેની ટીમ મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહી છે. પ્રવક્તાએ ભાર મૂક્યો હતો કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા કંપનીની ટોચની પ્રાથમિકતા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top