શું રોહિત અને વિરત વન-ડેમાથી નિવૃત્તિ લેશે? BCCIની પહેલી પ્રતિક્રિયા આવી સામે; જાણીને ચોંકી જશો

Rohit Sharma-Virat Kohli ODI Retirement: શું રોહિત અને વિરત વન-ડેમાથી નિવૃત્તિ લેશે? BCCIની પહેલી પ્રતિક્રિયા આવી સામે; જાણીને ચોંકી જશો

08/11/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

શું રોહિત અને વિરત વન-ડેમાથી નિવૃત્તિ લેશે? BCCIની પહેલી પ્રતિક્રિયા આવી સામે; જાણીને ચોંકી જશો

Rohit Sharma-Virat Kohli ODI Retirement: શું વિરાટ કોહલી અને રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ નિવૃત્તિ લેશે? હાલમાં ભારતીય ક્રિકેટ ચાહકોના મનમાં આ પ્રશ્ન છે. હકીકતમાં એવી અટકળો ચાલી રહી છે કે, વિરાટ અને રોહિત ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની ODI શ્રેણી રમ્યા બાદ નિવૃત્તિ લેશે. હવે આ સમગ્ર મામલે BCCIની પ્રતિક્રિયા સામે આવી છે, જેને સાંભળીને કોઈપણ ચોંકી જશે.


રોહિત-વિરાટની નિવૃત્તિ પર અટકળો

રોહિત-વિરાટની નિવૃત્તિ પર અટકળો

વિરાટ કોહલી અને રોહિત શર્માની ODI નિવૃત્તિ અંગેની અટકળોએ વેગ પકડ્યો, જ્યારે દૈનિક જાગરણના એક અહેવાલમાં કહેવામાં આવ્યું કે બંને વરિષ્ઠ ભારતીય ક્રિકેટરો ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ તેમની ODI કારકિર્દીને વિરામ આપી શકે છે. બંનેએ T20 અને ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જો વિરાટ અને રોહિત ODI ટીમમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેવા માગતા હોય, તો તેમણે સ્થાનિક 50 ઓવરની ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં ભાગ લેવો પડશે.


BCCIની ચોંકાવનારી પ્રતિક્રિયા

BCCIની ચોંકાવનારી પ્રતિક્રિયા

સમાચાર એજન્સી PTIએ  BCCIના એક સૂત્રના સંદર્ભે જણાવ્યું હતું કે હાલમાં વિરાટ કોહલી અથવા રોહિત શર્માનું ભવિષ્ય ભારતીય ક્રિકેટ બોર્ડ માટે મોટી ચિંતાનો વિષય નથી. હાલમાં, બોર્ડનું સંપૂર્ણ ધ્યાન સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપ 2025 અને આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ પર છે.

તેમણે વિરાટ-રોહિતની સમાચાર પર જણાવ્યું હતું કે, ‘જો રોહિત શર્મા અને વિરાટ કોહલી નિવૃત્તિ લેવા માગે છે, તો તેઓ BCCI અધિકારીઓને તેની જાણ કરશે, જેમ કે તેમણે પોતાની ટેસ્ટ નિવૃત્તિ અગાઉ કર્યું હતું. ભારતીય ટીમના દૃષ્ટિકોણથી બોર્ડનું સંપૂર્ણ ધ્યાન આગામી વર્ષે T20 વર્લ્ડ કપ અને સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપમાં શ્રેષ્ઠ ટીમ મોકલવા પર રહેશે.’

PTI રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, BCCI ક્યારેય ઉતાવળમાં આવો નિર્ણય નહીં લે. ખાસ કરીને ત્યારે જ્યારે નિવૃત્તિ લેનારા ખેલાડીઓ ખૂબ લોકપ્રિય હોય. તે દાવાને પણ નકારી કાઢવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે BCCIએ 25 ઓક્ટોબરે સિડનીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને નિવૃત્તિ મેચની ઓફર કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top