IND Vs ENG 4th Test: કરૂણ નાયર બાદ હવે આ ખેલાડીની થઈ 8 વર્ષ બાદ પ્લેઇંગમાં વાપસી, માનચેસ્ટરમાં રમશે ચોથી ટેસ્ટ
IND Vs ENG Test Series: 23 જુલાઇથી શરૂ થનારી ચોથી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે પોતાના પ્લેઈંગ 11ની જાહેરાત કરી છે. લિયામ ડૉસન 8 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટ રમશે, તેને શોએબ બશીરની જગ્યાએ પસંદ કરવામાં આવ્યો છે. આ શ્રેણીમાં કરુણ નાયરે પણ 8 વર્ષ બાદ પ્લેઈંગ 11માં વાપસી કરી છે, આ ઉપરાંત આ બંને વચ્ચે વધુ એક કનેક્શન છે. ચોથી ટેસ્ટ ભારતીય ટીમ માટે કરો યા મરો જેવી છે, જે શ્રેણીમાં ભારતીય ટીમ 1-2થી પાછળ છે. જો આ ટેસ્ટ હારી જાય તો શુભમન ગિલ એન્ડ ટીમ શ્રેણી હારી જશે. જ્યારે આ ટેસ્ટ ડ્રો થાય તો પણ પાંચમી ટેસ્ટ જીત્યા બાદ પણ ભારત માત્ર શ્રેણી ડ્રો જ કરી શકશે.
ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર કરુણ નાયરના નામે છે, તેણે ડિસેમ્બર 2016માં ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટમાં અણનમ 303 રન બનાવ્યા હતા. આ ડોસનની ડેબ્યૂ ટેસ્ટ હતી, જેમાં તેણે 2 વિકેટ લીધી હતી. ઓલરાઉન્ડર લિયામ ડોસન 3 ટેસ્ટ રમી ચૂક્યો છે, જેમાં તેણે 5 ઇનિંગ્સમાં 7 વિકેટ લીધી છે. તેણે 212 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેના નામે 10731 રન અને 371 વિકેટ છે. તે સારી બેટિંગ કરી શકે છે, જેથી સ્ટોક્સ એન્ડ ટીમની બેટિંગ લાઇનઅપ વધુ મજબૂત બનશે. ત્રીજી મેચની શરૂઆતમાં જોફ્રા આર્ચર પણ 4 વર્ષ બાદ ટેસ્ટ રમી રહ્યો હતો. આર્ચરના આગમન સાથે ઇંગ્લેન્ડની બોલિંગ મજબૂત દેખાઈ છે.
જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રૂક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાઇડન કાર્સે, જોફ્રા આર્ચર, લિયામ ડોસન.
માન્ચેસ્ટરમાં આ ગ્રાઉન્ડ (ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ) પર ભારતીય ટીમ ક્યારેય ટેસ્ટ મેચ જીતી શકી નથી. અહીં બંને વચ્ચે કુલ 9 ટેસ્ટ રમાઈ છે, જેમાં ઈંગ્લેન્ડની ટીમ 4 વખત જીતી છે, 5 ટેસ્ટ ડ્રો રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp