IND Vs ENG 5th Test: BCCIનો મોટો નિર્ણય! માન્ચેસ્ટર ટેસ્ટ ડ્રો થતા જ બોર્ડે રાતોરાત બદલી દીધી ભારતીય સ્કવોડ; પંત આઉટ, નવા ખેલાડીનું નામ આવ્યું સામે
Rishabh Pant ruled out of fifth Test due to injury N Jagadeesan named replacement: માન્ચેસ્ટર ટેસ્ટ બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પાંચમી અને અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે પંતના જમણા પગમાં ફ્રેક્ચર થવાને કારણે તેને આરામ આપવામાં આવ્યો છે. પરિણામે, BCCIએ મધ્યરાત્રિએ ટીમમાં ઉતાવળમાં ફેરફાર કરવા પડ્યા. પાંચમી ટેસ્ટ 31 જુલાઈથી લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાશે.
હવે પાંચમી ટેસ્ટમાં તમિલનાડુના એન. જગદીશને રિષભ પંતનું સ્થાન લીધું છે. BCCI એ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે- ‘રિષભ પંત, જેને ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ દરમિયાન જમણા પગમાં ફ્રેક્ચર થઈ હતી, તેને શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાંથી બહાર કરવામાં આવ્યો છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા દ્વારા હસ્તાક્ષરિત રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, 'BCCI મેડિકલ ટીમ તેની રિકવરી પ્રક્રિયા પર નજર રાખશે અને ટીમ તેને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવે છે.
🚨 𝗦𝗾𝘂𝗮𝗱 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 🚨Rishabh Pant ruled out of fifth Test due to injury; N Jagadeesan named replacement.All The Details 🔽 #TeamIndia | #ENGvIND — BCCI (@BCCI) July 27, 2025
🚨 𝗦𝗾𝘂𝗮𝗱 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 🚨Rishabh Pant ruled out of fifth Test due to injury; N Jagadeesan named replacement.All The Details 🔽 #TeamIndia | #ENGvIND
ચોથી ટેસ્ટના પહેલા દિવસે 37 રન બનાવ્યા બાદ 27 વર્ષીય પંતે રિટાયર્ડ હર્ટ થયો હતો. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સની બોલિંગમાં રિવર્સ સ્વીપ રમતા જમણા પગમાં ઈજા થતા તેને સ્કેન માટે મોકલવામાં આવ્યો હતો. જોકે, ભારતનો સ્કોર 314/6 હતો ત્યારે શાર્દુલ ઠાકુરની વિકેટ પડ્યા બાદ પંત બેટિંગમાં કરવા પરત ફર્યો અને તેણે શાનદાર અડધી સદી ફટકારી.
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, ધ્રૂવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશદીપ, કુલદીપ યાદવ, અંશુલ કંબોજ, અર્શદીપ સિંહ અને એન. જગદીસન (વિકેટકીપર)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp