Israel Attack on Gaza: ગાઝામાં ઇઝરાયેલી હુમલામાં કતારના એક મીડિયા હાઉસના 5 પત્રકારોનું મોત, IDFની પણ આવી પ્રતિક્રિયા
Israel Attack on Gaza: ગાઝામાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 5 પત્રકારો માર્યા ગયા હતા, જેમાં કતારના મીડિયા હાઉસ અલ જજીરાના અનસ અલ-શરીફનો પણ સમાવેશ થાય છે. ગાઝા શહેરમાં અલ-શિફા હોસ્પિટલ નજીક પત્રકારો માટે બનાવેલા તંબુ પર ઇઝરાયલી હુમલામાં આ લોકો માર્યા ગયા હતા.
સમાચાર એજન્સી AFPના અહેવાલ મુજબ, રવિવારે (10 ઓગસ્ટ, 2025) મોડી રાત્રે ગાઝા શહેરમાં અલ-શિફા હોસ્પિટલના મુખ્ય દરવાજાની બહાર સ્થિત તંબુ પર થયેલા હુમલામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમાં અલ જજીરાના સંવાદદાતા મોહમ્મદ કરીકેહ અને કેમેરામેન ઇબ્રાહિમ ઝહીર, મોહમ્મદ નૌફલ અને મોઅમીન અલીવા શામેલ છે.
ઇઝરાયલી હુમલા અંગે અલ જજીરાના અનસ અલ-શરીફે તેમની છેલ્લી પોસ્ટમાં લખ્યું હતું કે, ‘જો મારા આ શબ્દો તમારા સુધી પહોંચે, તો જાણી લો કે ઇઝરાયલ મને મારવા અને મારો અવાજ દબાવવામાં સફળ રહ્યું છે, પરંતુ ગાઝાને ભૂલશો નહીં.’ અલ જજીરાએ એક સ્થાનિક હોસ્પિટલના વડાના સંદર્ભે કહ્યું હતું કે, ગાઝા શહેરમાં તેમના તંબુ પર ઇઝરાયલી હુમલામાં તેના 4 પત્રકારો માર્યા ગયા હતા.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ અનસને આતંકવાદી ગણાવ્યો છે. ઇઝરાયલી સૈન્ય દ્વારા કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે હમાસના આતંકવાદી અનસ અલ-શરીફ, જે પોતાને અલ જજીરાના પત્રકાર તરીકે ઓળખાવતો હતો. અલ-શરીફ હમાસના આતંકવાદી જૂથનો પ્રમુખ હતો અને તેણે ઇઝરાયલી નાગરિકો અને IDF સૈનિકો પર રોકેટ હુમલા કર્યા હતા.
🎯STRUCK: Hamas terrorist Anas Al-Sharif, who posed as an Al Jazeera journalistAl-Sharif was the head of a Hamas terrorist cell and advanced rocket attacks on Israeli civilians and IDF troops.Intelligence and documents from Gaza, including rosters, terrorist training lists and… pic.twitter.com/ypFaEYDHse — Israel Defense Forces (@IDF) August 10, 2025
🎯STRUCK: Hamas terrorist Anas Al-Sharif, who posed as an Al Jazeera journalistAl-Sharif was the head of a Hamas terrorist cell and advanced rocket attacks on Israeli civilians and IDF troops.Intelligence and documents from Gaza, including rosters, terrorist training lists and… pic.twitter.com/ypFaEYDHse
IDFએ કહ્યું કે ગાઝામાંથી મળેલી ગુપ્ત માહિતી અને દસ્તાવેજો, જેમાં રોસ્ટર, આતંકવાદી તાલીમની યાદીઓ અને પગાર રેકોર્ડનો સમાવેશ થાય છે, તે સાબિત કરે છે કે અનસ અલ-શરીફ અલ જજીરા સાથે સંકળાયેલો હમાસનો કાર્યકર હતો. સાથે જ એમ પણ કહ્યું કે પ્રેસ બેજ આતંકવાદ માટે ઢાળ નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp