Video: જસપ્રીત બૂમરાહ પર અચાનક થયો હુમલો, લોર્ડ્સ ટેસ્ટ વચ્ચે દેખાયો ચોંકાવનાઓ નજારો; મેચ રોકવી

Video: જસપ્રીત બૂમરાહ પર અચાનક થયો હુમલો, લોર્ડ્સ ટેસ્ટ વચ્ચે દેખાયો ચોંકાવનાઓ નજારો; મેચ રોકવી પડી

07/11/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

Video: જસપ્રીત બૂમરાહ પર અચાનક થયો હુમલો, લોર્ડ્સ ટેસ્ટ વચ્ચે દેખાયો ચોંકાવનાઓ નજારો; મેચ રોકવી

Ladybirds attack cricket players at Lord's: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ગુરુવાર 10 જુલાઈથી લોર્ડ્સ ખાતે શરૂ થઈ હતી. પાછલી 2 ટેસ્ટ મેચોથી વિપરીત, આ મેચનો પહેલો દિવસ એટલો રસપ્રદ નહોતો કારણ કે ન તો વધારે રન બન્યા કે ન તો વધારે વિકેટ પડી. પરંતુ દિવસની રમત પૂરી થવા અગાઉ, ભારતીય ટીમના સ્ટાર પેસર જસપ્રીત બૂમરાહ પર અચાનક મેદાન પર હુમલો થઈ ગયો, જેના કારણે મેચ રોકવી પડી. આ હુમલો હતો જંતુઓનો હતો, જેના કારણે બૂમરાહ પૂરી રીતે પરેશાન થઈ ગયો હતો.

હેડિંગ્લેની પહેલી ટેસ્ટ મેચ અને એજબેસ્ટનની બીજી ટેસ્ટ મેચના હાઇ-સ્કોરિંગ મેચો બાદ, લોર્ડ્સ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થઈ. મેચનો પહેલો દિવસ લો-સ્કોરિંગ હતો, જ્યાં પહેલા બેટિંગ કરતી ઇંગ્લેન્ડની ટીમ 300 રન પણ બનાવી શકી નહોતી. જોકે, આ દરમિયાન ભારતીય ટીમને વધારે વિકેટ પણ ન મળી અને ભારતીય બોલરોને સખત મહેનત કરવી પડી હતી. આ દરમિયાન દર્શકો માટે દિવસની રમતમાં પણ ખાસ ઉત્સાહ નહોતો.


લેડીબર્ડ્સનો હુમલો, બૂમરાહ પરેશાન

લેડીબર્ડ્સનો હુમલો, બૂમરાહ પરેશાન

જોકે, પ્રથમ દિવસની રમત સમાપ્ત થવાની 15 મિનિટ અગાઉ મેચ અચાનક વિક્ષેપિત થઈ ગઈ. ફિલ્ડિંગ કરતા ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ બેચેન દેખાવા લાગ્યો અને હવામાં હાથ ચલાવવા લાગ્યો. જ્યારે પરિસ્થિતિ સ્પષ્ટ થઈ, ત્યારે જાણવા મળ્યું કે મેદાન પર લેડીબર્ડ્સનો હુમલો થઈ ચૂક્યો છે અને બૂમરાહના માથાની નજીક ઘણા લેડીબર્ડ્સ ઊડી રહ્યા હતા, જેના કારણે તે ખૂબ જ પરેશાન દેખાયો. ટૂંક સમયમાં આ જંતુઓનું ટોળું બેટ્સમેન અને અન્ય ફિલ્ડરો સુધી પણ પહોંચી ગયું. આ કારણે, અમ્પાયરોએ થોડા સમય માટે રમત બંધ કરી દીધી. અંતે 5 મિનિટ માટે રોકાયા બાદ, મેચ ફરીથી શરૂ થઈ શકી.


આ રીતે મેચનો પ્રથમ દિવસ સમાપ્ત થયો

આ રીતે મેચનો પ્રથમ દિવસ સમાપ્ત થયો

સ્ટોક્સ પણ મેચમાં આ વિક્ષેપથી નાખુશ દેખાતો હતો, જ્યારે ભારતીય કેપ્ટન શુભમન ગિલ પણ વધુ પ્રભાવિત ન દેખાયો અને તેણે અમ્પાયર સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, અંતે, ઇંગ્લેન્ડને કોઈ નુકસાન થયું નહોતું અને સ્ટોક્સે જો રૂટ સાથે મળીને ટીમને દિવસના અંત સુધી પહોંચાડી હતી. પ્રથમ દિવસની રમતમાં, ઇંગ્લેન્ડે 4 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા હતા. રૂટ 99 રન અને સ્ટોક્સ 39 રન સાથે અણનમ ફર્યા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top