Video: વિપક્ષના સાંસદોનો ચૂંટણી પંચ વિરુદ્ધ હલ્લાબોલ, TMCના 2 મહિલા સાંસદ થયા બેહોશ; અખિલેશ બેર

Video: વિપક્ષના સાંસદોનો ચૂંટણી પંચ વિરુદ્ધ હલ્લાબોલ, TMCના 2 મહિલા સાંસદ થયા બેહોશ; અખિલેશ બેરિકેડ ચઢીને કુદ્યા

08/11/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Video: વિપક્ષના સાંસદોનો ચૂંટણી પંચ વિરુદ્ધ હલ્લાબોલ, TMCના 2 મહિલા સાંસદ થયા બેહોશ; અખિલેશ બેર

Akhilesh Yadav Jumps Barricade As INDIA Bloc March To Poll Body Stopped: 11 ઓગસ્ટના રોજ, બિહારમાં ચાલી રહેલા SIR અને 'મત ચોરી'ના આરોપો પર વિપક્ષી પક્ષોએ સંસદ ભવનથી ચૂંટણી પંચ સુધી કૂચ કાઢી હતી. આ વિરોધ કૂચનું નેતૃત્વ સંસદમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કર્યું હતું. કૂચ દરમિયાન ભારે હોબાળો થયો હતો. પોલીસે સાંસદોને રોકવા માટે બેરિકેડ સહિતની તમામ વ્યવસ્થા કરી હતી. પરંતુ વિપક્ષી સાંસદો બેરિકેડ તોડીને ચૂંટણી પંચ તરફ આગળ વધતા જોવા મળ્યા હતા. આ વિરોધ કૂચમાં 300થી વધુ વિપક્ષી સાંસદો ભાગ લીધો હતો. સાંસદો સરકાર અને ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા સંસદથી ચૂંટણી પંચ કાર્યાલય તરફ આગળ વધી રહ્યા હતા. પરંતુ દિલ્હી પોલીસે સાંસદોને રોકવા માટે અનેક લેયરોની સુરક્ષા વ્યવસ્થા કરી હતી.


અખિલેશ યાદવ બેરિકેડ ચઢીને કુદ્યા

અખિલેશ યાદવ બેરિકેડ ચઢીને કુદ્યા

સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવે સૂત્રોચ્ચાર કરતા બેરિકેડ પર ચઢવા અને કૂદવા લાગ્યા. આ દરમિયાન, તેમણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને સ્થળ પર હાજર અન્ય નેતાઓએ તેમને સંભાળ્યા. અખિલેશ યાદવે કહ્યું કે, ચૂંટણી પંચ પર ઘણી વખત પ્રશ્નો ઉભા થયા છે. ચૂંટણી પંચે ફરિયાદ પર કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ ચૂંટણી પંચ કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. અખિલેશે કહ્યું છે કે અમે સંસદમાં અમારો મુદ્દો મૂકવા માગીએ છીએ. પરંતુ સરકાર સાંભળવા માગતી નથી.

NDIA ગઠબંધનના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, NCP વડા શરદ પવાર પણ કૂચમાં જોડાયા છે. દિલ્હી પોલીસે રસ્તામાં કૂચને અટકાવી હતી. પ્રિયંકા ગાંધી પણ વિપક્ષી સાંસદો સાથે સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.

લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે સત્ય દેશની સામે છે. આ લડાઈ રાજકીય નથી. આ બંધારણને બચાવવાની લડાઈ છે. આ લડાઈ એક વ્યક્તિ, એક મતની છે. અમે પ્યોર મતદાર યાદી ઇચ્છીએ છીએ.


શશિ થરૂર પણ કૂચમાં જોડાયા

શશિ થરૂર પણ કૂચમાં જોડાયા

કોંગ્રેસના સાંસદ શશી થરૂર પણ રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કૂચમાં જોડાયા છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી લોકોના મનમાં ચૂંટણીની નિષ્પક્ષતા અંગે શંકા છે, ત્યાં સુધી ECની વિશ્વસનીયતાને નુકસાન થઈ રહ્યું છે. જો આ શંકાઓ દૂર કરવામાં આવે તો, ચૂંટણી પંચની વિશ્વસનીયતા પાછી મેળવી શકાય છે. આ પ્રશ્નોના ઉકેલમાં ચૂંટણી પંચનો પોતાનો ફાયદો છે. તો આ કૂચમાં સામેલ થયેલા સાંસદ મહુઆ મોઇત્રા અને મિતાલી બાગ બેહોશ થઈ ગયા હતા. જેમને રાહુલ ગાંધીએ સંભાળ્યા હતા.

વિપક્ષી સાંસદોએ ગઈકાલે જ આ કૂચની જાહેરાત કરી હતી. દિલ્હી પોલીસનું કહેવું છે કે વિરોધ પક્ષો દ્વારા કૂચ માટે ઔપચારિક મંજૂરી માગવામાં આવી નહોતી. એટલા માટે તેમને રસ્તામાં રોકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રાહુલ ગાંધીજી દેશ વિરોધી તાકતોના દબાવમાં: શિવરાજ સિંહ ચૌહાણ

તો ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ‘રાહુલ ગાંધીજી દેશ વિરોધી તાકતોના દબાવમાં છે. તેઓ અને INDI ગઠબંધન લોકશાહીને બદનામ કરી રહ્યા છે, તેના ધજાગરા ઉડાવી રહ્યા છે અને બંધારણીય સંસ્થાઓની મર્યાદાઓ સાથે ખેલવાડ કરી રહ્યા છે.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top