Gambhira Bridge Collapse: મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 4 વાહનો નદીમાં

Gambhira Bridge Collapse: મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 4 વાહનો નદીમાં ખાબકયાં; 2 લોકોના મોત; રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

07/09/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gambhira Bridge Collapse: મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 4 વાહનો નદીમાં

Gambhira Bridge Collapse: મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો એક માત્ર મહત્ત્વપૂર્ણ ગંભીરા બ્રિજ જર્જરિત હાલતમાં હતો. જેને લઈને સ્થાનિકોએ બ્રિજનું સમારકામ કરવા તેમજ નવો બનાવવાની માગ કરી હતી. પરંતુ આજે 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે  સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 5 વાહનો મહીસાગર નદીમાં પડી ગયા હતા. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે. વડોદરા 108ની 6 અને આણંદની 2 મળી 8 ટીમો ઘટનાસ્થળે છે. પાદરા હોસ્પિટલમાં 6 અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાને લઈને કલેક્ટરે કહ્યું કે, એક બાઈક, એક કાર અને અન્ય ત્રણ વાહનો ખાબક્યા હતા. હાલમાં નદીમાં ખાબકેલા લોકોના રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તો અમિત ચાવડાએ આ અંગે X પર પોસ્ટ કરતા કહ્યું કે, ‘આણંદ  અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રીજ તૂટી પડ્યો છે.અનેક વાહનો નદીમાં પડતા મોટી જાનહાનિ થઈ હોવાની શક્યતા છે. સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરે અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.


સ્થાનિકોમાં તંત્ર સામે રોષ

સ્થાનિકોમાં તંત્ર સામે રોષ

ઘટનાની માહિતી મળતા જ સ્થાનિકો તેમજ તંત્રએ બચાવ કામગીરી હાથ ધરી છે. તંત્ર દ્વારા નદીમાં પડેલા વાહનોને બહાર કાઢવાની તેમજ તરવૈયાઓ દ્વારા મહીસાગર નદીમાં દેખાઈ રહેલા મૃતદેહો બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા ટોળે વળેલા લોકોનો તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો. લોકો કહી રહ્યા હતા કે 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને આજે આ દુર્ઘટના સર્જાઇ છે. આ દુર્ઘટના માટે માત્ર ને માત્ર તંત્ર જવાબદાર છે.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે. આ બ્રિજ ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને વહેલા પહોંચવા માટે ફાયદાકારક હતો. પરંતુ આજે આ બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે જહેમત કરવી પડશે. આ સાથે ટોલ પર પણ લાંબી લાઇન લાગી શકે છે.


જર્જરિત હોવા છતા આ બ્રિજ ન બંધ કરાયો

જર્જરિત હોવા છતા આ બ્રિજ ન બંધ કરાયો

આ મામલે રાજ્યના માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. ગંભીરા બ્રિજ જર્જરિત હોવા છતા બંધ ન કરતા દુર્ઘટના બની છે. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ નવો બ્રિજ બનાવવા માગણી કરી હતી. સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી. નવો બ્રિજ બનાવવા સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ જર્જરિત બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરાઇ નહોતી. વર્ષ 1981માં ગંભીરા બ્રિજ બન્યો હતો. 1985માં ગંભીરા બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top