‘લૂંટેરી દુલ્હન’ પાનના ગલ્લાવાળાને 2.50 લાખનો ‘ચૂનો’ ચોપડી ગઈ! નામ-સરનામા તો છોડો, આખો ધર્મ જ બદલી નાખ્યો! લોકો ક્યારે ચેતશે?
સુરત: છેલ્લા થોડા સમયથી લૂંટેરી દુલ્હનોએ તો જાણે ઉપાડો લીધો છે. એકની એક મોડસ ઓપરેન્ડીથી કંઈ કેટલાય યુવાનો ભોળવાઈને છેતરાયાની ફરિયાદો નોંધાઈ છે. એ સિવાય જેમણે ફરિયાદ નથી કરી, એ કિસ્સાનો આંકડો વધુ મોટો હોવાનું મનાય છે. હાલમાં લૂંટેરી દુલ્હનની માયાજાળમાં ફસાઈને સુરતના એક યુવાનને લાખોનો ચૂનો લાગી ગયો છે.
સારી કન્યા મળવી આજના જમાનામાં મુશ્કેલ છે. એમાં જો લગ્ન માટે ફાંફા મારતા યુવાન કે આધેડને વીસ-પચ્ચીસ વર્ષની યુવતી લગ્ન માટે મળી જાય તો એને જીવનમાં ‘જેકપોટ’ લાગી ગયો હોય, એવી અનુભૂતિ થતી હોય છે. પુરુષોને આવા ભ્રમમાં રાખીને અમુક લૂંટેરી દુલ્હનો પોતાના સાગરીતો સાથે મળીને હજારો-લાખો રૂપિયા પડાવી લે છે.
અમરોલી, જૂના કોસાડ રોડના રજવાડી પાર્ટી પ્લોટ પાસે અહેતા અને પાનનો ગલ્લો ચલાવીને ગુજરાન કરતા ગૌરાંગ ચુનીલાલ લુંભાણીનો પરિચય કમલેશ ભરત ઘુન્ટલા (રહે. ઓપેરા હાઉસ, દાદા ભગવાન મંદિર પાસે, કામરેજ) સાથે થયો હતો. કમલેશ સહિત છ જણાની ટોળકીની વાતોથી ભોળવાઈ ગયેલ ગૌરાંગ કાજલ નામની યુવતી સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગયો હતો. કાજલ સાથે લગ્ન થઇ ગયા બાદ આખી પરિસ્થિતિ એવી બદલાઈ ગઈ કે ગૌરાંગના પગ નીચેથી જાણે જમીન જ ખસી ગઈ!
કમલેશના ભરોસે ગૌરાંગે કાજલ સાથે લગ્ન તો કરી લીધા, પણ તેરમા દિવસે જ કાજલ બહેનની બીમારીનું બહાનું કાઢીને ગૌરાંગના ઘરેથી રફુચક્કર થઇ ગઈ હતી! ગૌરાંગ ફોન કરતા કાજલે જે જવાબ આપ્યો, એ સાંભળીને ગૌરાંગના પગ નીચેથી જમીન સરકી ગઈ.
કાજલના કહેવા મુજબ, ગૌરાંગ પાસેથી લીધેલા અઢી લાખ રૂપિયા છ જણની ટોળકી વચ્ચે વહેંચાવાના હતા. પણ કાજલને એનો હિસ્સો મળ્યો નહોતો, એટલે એ ગૌરાંગનું ઘર છોડી ગઈ હતી. આ અંગે વધુ તપાસ કરતા ખબર પડી કે આખી ટોળકી જ ફ્રોડ છે, અને કાજોલ પોતે મુસ્લિમ ધર્મ પાળતી ત્યકતા છે, જેનું અસલી નામ સાયરા છે! એટલું જ નહિ પણ સાયરા પોતે પહેલેથી જ એક બાળકની માતા છે!
પોલીસમાં ફરિયાદ થયા બાદ ષડ્યંત્રકારીઓ તરફથી ગૌરાંગના 85 હજાર રૂપિયા રિકવર થઇ શક્યા હતા. પરંતુ રાજુ ભડીયાદરા નામના આરોપીપે 1.40 લાખ જેવી રકમ પાછી આપવાની ઘસીને ના પાડી દીધી હતી! હાલમાં ઉત્રાણ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp