Govt orders oil & sugar warning boards in cafeterias: તંબાકુ જેટલા જ ખતરનાક છે સમોસા, જલેબી અને લાડું? જાણો શું કહે છે સ્વાસ્થ્ય મંત્રાલયની એડવાઇઝરી
Govt orders oil & sugar warning boards in cafeterias: એ દિવસ દૂર નથી જ્યારે ચા સાથે બિસ્કિટ, સમોસા કે જલેબી ખાશે તોસરકાર તમને ચેતવણી આપશે અને આ બધા પાછળ એક વોર્નિંગ બોર્ડ હશે. આરોગ્ય મંત્રાલયે નાગપુરમાં AIIMS સહિત દેશભરની તમામ કેન્દ્રીય સંસ્થાઓને ' ઓઈલ (તેલ) અને સુગર બોર્ડ' લગાવવાનો નિર્દેશ આપ્યો છે જેના પર તમારા નાસ્તામાં છુપાયેલી ચરબી અને ખાંડનું પ્રમાણ સ્પષ્ટ રીતે લખેલું હોય. તેને જંક ફૂડને તમાકુ જેવા ગંભીર જોખમ તરીકે જોવાની દિશામાં પ્રથમ પગલું માનવામાં આવી રહ્યું છે. આ બોર્ડ સરકારી સંસ્થાઓમાં શાંત પરંતુ સચોટ ચેતવણી તરીકે કામ કરશે, જે લોકોને એ બતાવવા માટે લગાવવામાં આવશે કે તેઓ જે વાનગીઓને પોતાની સંસ્કૃતિનો ભાગ માને છે તેમાં કેટલી ચરબી અને ખાંડ રહેલી છે.
AIIMS નાગપુરના અધિકારીઓએ આ સૂચનાની પુષ્ટિ કરી છે. હવે કાફેટેરિયા અને જાહેર સ્થળોએ આવા ચેતવણી બોર્ડ લગાવવામાં આવશે. હવે લાડુ, વડાપાંવ અને પકોડા પણ તપાસના દાયરામાં આવશે. કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના નાગપુર શાખાના પ્રમુખ ડૉ. અમર આમલેએ જણાવ્યું હતું કે, આ એવા યુગની શરૂઆત છે જ્યારે ફૂડ લેબલિંગ સિગારેટ ચેતવણીઓ જેટલું જ ગંભીર હશે. ખાંડ અને ટ્રાન્સ ફેટ હવે નવું તમાકુ છે. લોકોને જાણવાનો અધિકાર છે કે તેઓ શું ખાઈ રહ્યા છે.
આરોગ્ય મંત્રાલયના એક આંતરિક દસ્તાવેજમાં દેશમાં વધતી જતી સ્થૂળતા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એવો અંદાજ છે કે 2050 સુધીમાં ભારતમાં 44.9 કરોડ લોકો સ્થૂળતા અથવા વધુ વજનથી પીડાશે - જે તેને અમેરિકા પછી બીજા ક્રમનો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બનાવી દેશે. હાલમાં, દર 5 શહેરી પુખ્ત વયના લોકોમાંથી એકનું વજન વધારે છે. બાળકોમાં વધતી જતી સ્થૂળતા, ખરાબ ખાણીપીણીની આદતો અને ઓછી થતી શારીરિક ગતિવિધિઓને કારણે ચિંતા વધુ વધી રહી છે.
વરિષ્ઠ ડાયાબિટીસ નિષ્ણાત ડૉ. સુનિલ ગુપ્તાએ કહ્યું, "આ ખોરાક પર પ્રતિબંધ મૂકવાની વાત નથી. પરંતુ જો લોકોને ખબર પડે કે એક ગુલાબજાંબુમાં 5 ચમચી ખાંડ હોય છે, તો તેઓ કદાચ 2 વાર વિચારશે. ડૉક્ટર અને આરોગ્ય નિષ્ણાતોના મતે, આ પગલું ડાયાબિટીસ, હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશર જેવા બિન-ચેપી બીમારીઓ સામેના મોટા અભિયાનનો એક ભાગ છે, જે સીધા ખાવાની આદતો સાથે જોડાયેલા છે.
નાગપુર આ પહેલ અપનાવનારા પ્રથમ શહેરોમાંનું એક હશે. ત્યાં કોઈ ખોરાક પર પ્રતિબંધ નહીં રહે, પરંતુ દરેક આકર્ષક નાસ્તા પર એક રંગીન સાઇનબોર્ડ હશે જેના પર લખેલું હશે: 'સમજદારીપૂર્વક ખાવ, તમારા ભવિષ્યનું શરીર તમને આભારી રહેશે.'
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp