થૂં છે તમારા દૂધમાં! સીસીટીવી ફૂટેજ દ્વારા 'થૂંક જેહાદ'નો પર્દાફાશ
સવાર થાય એટલે સૌથી પહેલી ચા યાદ આવે એટલે દિવસની શરૂઆત સવારથી અને સવારની શરૂઆત ચા કે દૂધથી થાય છે. આ દૂધનો ઉપયોગ મંદિરમાં ધાર્મિક વિધિઓ માટે થતો હોય છે. પણ જો તમને ખબર પડે કે 'થૂં ' છે તમારા દૂધમાં તો? શબ્દશ: થૂંક છે તમારી સવારમાં તો?
સીસીટીવી ફૂટેજ દ્વારા 'થૂંક જેહાદ'નો પર્દાફાશ થયો છે. લક્ષ્મણપુરી (ઉત્તર પ્રદેશ) - લખનૌમાં રવિવારે એક ગ્રાહકે તેના ઘરે લગાવેલા સીસીટીવીમાં ઘટના જોયા બાદ ફરિયાદ નોંધાવ્યા બાદ ડિલિવરી પહેલાં દૂધમાં થૂંકવાના આરોપમાં એક દૂધવાળાની અટકાયત કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે આ ઘટનાનો એક કથિત સીસીટીવી ફૂટેજ ઓનલાઈન સામે આવ્યો છે. રાજ્યની રાજધાનીના ગોમતી નગરના રહેવાસીએ કથિત રીતે દૂધવાળા મોહમ્મદ શરીફ, જેને પપ્પુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને તેના ઘરે દૂધ આપતા પહેલા તેમાં થૂંકતા જોયા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ‘આરોપીની અટકાયત કરવામાં આવી છે. ઘટના અંગે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આગળની કાર્યવાહી ચાલુ છે,’ એમ સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) બ્રિજેશ તિવારીએ પીટીઆઈને જણાવ્યું.
પોલીસના જણાવ્યા અનુસાર, ગોમતી નગરના વિનય ખંડના રહેવાસી લવ શુક્લાએ શનિવારે સવારે સીસીટીવી ફૂટેજ જોયું. તેમણે તાત્કાલિક ગોમતી નગર પોલીસ સ્ટેશનમાં શરીફ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, એમ તેમણે જણાવ્યું. દૂધના ગ્રાહક લવ શુક્લાએ જણાવ્યું હતું કે તેમણે કાવડ યાત્રા દરમિયાન ભગવાન બાંકે બિહારીની પૂજા અને ભગવાન શિવના અભિષેક (ધાર્મિક સ્નાન) માટે આ જ દૂધનો ઉપયોગ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે દૂધ થૂંકથી દૂષિત હોવાથી તેમની ધાર્મિક પવિત્રતાનું ઉલ્લંઘન થયું છે. તેમણે ગુનેગારો સામે કડક કાર્યવાહી અને રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લાગુ કરવાની માંગ કરી છે.
ઘટનાની જાણ થતાં, અખિલ ભારત હિન્દુ મહાસભાના કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપીઓ સામે NSA લાગુ કરવાની માંગ કરી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp