મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) નેતાપુત્ર અર્ધનગ્નાવસ્થામાં થયો ઘેલો! નેતા પુત્રએ કર્યું મરાઠી ભાષી હિન્દુ મહિલા સાથે અભદ્ર વર્તન... વિડીયો થયો વાઇરલ!
ભાષાવાદમાં મરાઠી ગૌરવનું રક્ષણ કરવાનો દાવો કરનાર MNS પાર્ટી નેતાના પુત્રએ કર્યું મરાઠી ભાષી હિન્દુ મહિલા સાથે અભદ્ર વર્તન મરાઠી ગૌરવની વાતો કરતાં રહે છે અને તેના કાર્યકર્તાઓ બિન-મરાઠી હિન્દુઓ પર હુમલાઓ કરતાં જોવા મળે છે. ભાયંદર વિસ્તારમાં એક ગુજરાતી હિન્દુ વ્યક્તિ ઉપર મરાઠી ન બોલવા બદલ MNSના કાર્યકર્તાઓએ હુમલો કર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ ઘટનામાં, ગુજરાતી હિન્દુ વ્યક્તિને શારીરિક હિંસા અને અપશબ્દોનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ગુજરાતી સમુદાયમાં ભયનું માહોલ ઊભું થઈ રહ્યું છે. MNSના નેતા રાજ ઠાકરેએ આ ઘટના બાદ પોતાના કાર્યકર્તાઓને સંયમ રાખવાની સલાહ આપી, પરંતુ એમ પણ કહ્યું કે “મહારાષ્ટ્રમાં રહેનાર દરેક વ્યક્તિએ મરાઠી શીખવી જોઈએ.” આ ઘટના બાદ, અન્ય રિપોર્ટ્સમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હિન્દી-ભાષી અને ગુજરાતી વ્યક્તિઓને મરાઠી ન બોલવા બદલ હુમલો થયો છે. જેના કારણે રાજ્યમાં સામાજિક તણાવ વધારી રહ્યું છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના નેતા જાવેદ શૈખ ના પુત્ર રાહિલ શૈખે નશામાં કાર ચલાવતાં મુંબઈના અંધેરી વેસ્ટ ની વીરા દેસાઈ રોડ પર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને અભિનેત્રી રાજશ્રી મોરે ની કાર ને ટક્કર મારી. ઘટના બાદ, રાહિલશૈખ અર્ધ-નગ્ન અવસ્થામાં તેની કારથી ઉતર્યો અને રાજશ્રી ને અપશબ્દો બોલી, ધમકીઓ આપી, અને પોતાના પિતાનો ઉલ્લેખ કરીને કહ્યું કે તે એમએનએસ ના રાજ્ય ઉપાધ્યક્ષ છે.
પોલીસ કાર્યવાહી: રાજશ્રી મોરે એ આ ઘટના બાદ અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના પર પોલીસે રાહિલ શૈખ વિરુદ્ધ FIR નોંધી. તેને ધરપકડ કરીને મેડિકલ તપાસ માટે લઈ ગયા, અને તેની કાર પણ જપ્ત કરી લીધી.
આ ઘટના નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં રાહિલ શૈખ અર્ધ-નગ્ન અવસ્થામાં બેઠેલો જોવા મળે છે અને તે રાજશ્રી ને અપશબ્દો કહી રહ્યો છે સાથે જ તે પોલીસ ને પણ હુલાફ આપતો જોવા મળે છે. રાજશ્રીએ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
આ ઘટના રાજકીય અને સામાજિક રીતે ખૂબ ચર્ચાઈ રહી છે, અને આગામી દિવસોમાં તેની અસરો જોવા મળશે.
ઘટનાને લઈને રાજકીય રંગ પણ ચઢ્યો છે. શિવસેના ના નેતા સંજય નિરુપમે MNSની આલોચના કરી અને તેમની મરાઠી ગૌરવ ની પ્રતિબદ્ધતા પર પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, " MNS મરાઠી ગૌરવ ની વાત કરે છે, પરંતુ તેમના નેતાના પુત્રનું આ કૃત્ય એક શરમજનક ઘટના છે." બીજી તરફ, ભાજપની નેતા પલ્લવી સીટી એ આરોપ લગાવ્યો કે MNS હિંદુઓમાં વિભાજન કરી રહ્યો છે અને 'મરાઠા-મુસ્લિમ' વોટબેંક બનાવી રહ્યો છે.
સંબંધિત સંદર્ભનોંધનીય છે કે, રાજશ્રી મોરે ને થોડા અઠવાડિયા પહેલા પણ વિવાદમાં આવી હતી, જ્યારે તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, પરંતુ એમએનએસ એ નોંધાવેલ ફરિયાદ બાદ રાજશ્રી એ તે વીડિયો હટાવ્યો હતો. જેને કારણે રાજશ્રીએપોલીસ પાસે સુરક્ષા ની માંગ કરી કહ્યું કે તેને ધમકીભરા કોલ્સ અને સંદેશાઓ મળી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp