મહારાષ્ટ્રમાં ભાષાવાદે બિન-મરાઠી હિંદુઓ ઉપર થઈ રહ્યા છે પ્રહાર! શા માટે જરૂરી છે ગુજરાતીઓ માટે આ સમાચાર?
07/08/2025
National
મહારાષ્ટ્રમાં ભાષાના નામે મરાઠા મુસ્લિમ વૉટબેંકની રાજનીતિ લઈ રહી છે આકાર! ફરી એકવાર હિન્દુઓ પર થઈ રહ્યા છે પ્રહાર! મહારાષ્ટ્રમાં મરાઠી અને હિન્દી ભાષાને લઈને ચાલી રહેલા વિવાદનો રેલો બિન-મરાઠી હિંદુઓ માટે ભય ઉત્પન્ન કરી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ભાષાવિવાદનું મૂળ કારણ રાજ્યસરકારનો નિર્ણય હતો, જેમાં શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત કરવાનો પ્રસ્તાવ હતો. આ નિર્ણયનો શિવસેના (યુબીટી) અને MNSએ તીવ્ર વિરોધ કર્યો, જેના પરિણામે સરકારે આ નીતિ પાછી ખેંચી લીધી. પરંતુ, આ વિવાદે હવે રાજ્યમાં હિંસક ઘટનાઓને જન્મ આપ્યો છે.
મહારાષ્ટ્ર ભાષાવાદમાં ગુજરાતી હિન્દુઓ બન્યા ટાર્ગેટ
એક ખાસ ઘટનામાં, ભાયંદર વિસ્તારમાં એક ગુજરાતી હિન્દુ વ્યક્તિને મરાઠી ન બોલવા બદલ MNSના કાર્યકર્તાઓએ હુમલો કર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ ઘટનામાં, વ્યક્તિને શારીરિક હિંસા અને અપશબ્દોનો સામનો કરવો પડ્યો, જે ગુજરાતી સમુદાયમાં ભયનું માહોલ ઊભું કરી રહ્યું છે. MNSના નેતા રાજ ઠાકરેએ આ ઘટના બાદ પોતાના કાર્યકર્તાઓને સંયમ રાખવાની સલાહ આપી, પરંતુ એમ પણ કહ્યું કે “મહારાષ્ટ્રમાં રહેનાર દરેક વ્યક્તિએ મરાઠી શીખવી જોઈએ.” આ ઘટના બાદ, અન્ય રિપોર્ટ્સમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હિન્દી-ભાષી અને ગુજરાતી વ્યક્તિઓને મરાઠી ન બોલવાબદલ હુમલો થયો છે. જેના કારણે રાજ્યમાં સામાજિક તણાવ વધી રહ્યું છે.
ગુજરાતી સમુદાયની પ્રતિક્રિયા અને સામાજિક તેમજ રાજકીય અસર
ગુજરાતી સમુદાયની પ્રતિક્રિયા:
વર્ષોથી મહારાષ્ટ્રમાં રહીને અર્થવ્યવસ્થામાં યોગદાન આપી રહેલા ગુજરાતી સમુદાયના લોકોએ આ હુમલાઓની નિંદા કરી છે. તેમણે રાજ્ય સરકાર પાસે સુરક્ષા અને ન્યાયની માંગ કરી છે. સોશિયલ મીડિયા પર, ગુજરાતી સમુદાયના લોકોએ આ ઘટનાઓને "ભાષાના નામે ગૂંડાગીરી" ગણાવી છે, અને રાજ્ય સરકાર પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો છે.
સામાજિક અને રાજકીય અસર:
આ વિવાદે મહારાષ્ટ્રની સામાજિક સૌહાર્દતા પર ગંભીર અસર પાડી છે. વિશ્લેષકોનું માનવું છે કે, ભાષાવિવાદ રાજકીય પાર્ટીઓ દ્વારા હિન્દુ સમુદાયને વિભાજિત કરવાનો એક રસ્તો બની રહ્યો છે, જે રાજ્યની એકતાને નુકસાન પહોંચાડી શકે છે. રાજકીય નેતાઓના નિવેદનો, આ વિવાદને વધુ ગરમાવી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ વિવાદનો મુખ્ય હેતુ આગામી ચૂંટણીઓમાં મરાઠી અસ્મિતાને મુદ્દો બનાવીને રાજકીય લાભ લેવાનો છે.
ભાષાવાદ – વિવાદે રાજકીયગરમાવો વધ્યો:
ભાષાવાદ – વિવાદે રાજકીય ગરમાવો વધાર્યો છે, ખાસ કરીને મુંબઈમાં આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને. ભાજપના નેતા અને મંત્રી આશિષ શેલારે MNSના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાતી વેપારી પર થયેલા હુમલાની નિંદા કરી અને તેની સરખામણી પહલગામ આતંકવાદી હુમલા સાથે કરી, જેના કારણે વિવાદ વધુ ઉગ્ર બન્યો. શેલારેકહ્યું, “ભાષાના નામે હુલ્લડબાજી સહન નહીં કરવામાં આવે. અમે મરાઠી ગૌરવનું સન્માન કરીએ છીએ, પરંતુ બિન-મરાઠી લોકોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરીશું.”
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે સ્પષ્ટતા કરતાં કહ્યું, “મરાઠી ભાષાનું ગૌરવ જાળવવામાં આવશે, પરંતુ ભાષાના નામે હિંસા કે ગુંડાગીરી બરદાશ નહીં કરવામાં આવે.” તેમણે ભાષાનીતિની સમીક્ષા માટે શિક્ષણવિદ નરેન્દ્ર જાધવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવાની જાહેરાત પણ કરી.
આ વિવાદે મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે, જેમાં ગુજરાતી સમુદાય પણ પોતાની અસ્મિતા અને સુરક્ષાને લઈને ચિંતિત બન્યો છે. આગામી દિવસોમાં આ મુદ્દો કેવો વળાંક લે છે, તેના પર સૌની નજર રહેશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp