LORA: ભારત ઇઝરાયેલ વચ્ચેની આ મિસાઈલ ડીલથી પાકિસ્તાનને પૂંછડીમાં આગ લાગી જશે! ભારત સેંકડો કિલોમી

LORA: ભારત ઇઝરાયેલ વચ્ચેની આ મિસાઈલ ડીલથી પાકિસ્તાનને પૂંછડીમાં આગ લાગી જશે! ભારત સેંકડો કિલોમીટર દૂરથી જ...

07/07/2025 National

SidhiKhabar

SidhiKhabar

LORA: ભારત ઇઝરાયેલ વચ્ચેની આ મિસાઈલ ડીલથી પાકિસ્તાનને પૂંછડીમાં આગ લાગી જશે! ભારત સેંકડો કિલોમી

Lora Ballistic Missile: ઓપરેશન સિંદૂર પછી ભારત સરકારે નવા શાસ્ત્રોની ખરીદી માટે અબજો રૂપિયાનું મસમોટું બજેટ ફાળવી આપ્યું છે. એ સમાચારથી જ પાકિસ્તાનની ઊંઘ હરામ થઇ ગઈ હશે. પણ અત્યારે LORA ની ડીલ અંગે જે સમાચાર આવી રહ્યા છે, એનાથી વારેવારે શેખી માર્યા કરતા પાકિસ્તાની જનરલો અંદરથી રીતસરના ફાટી પડ્યા હશે!


રેન્જ લગભગ 400 કિલોમીટર!

રેન્જ લગભગ 400 કિલોમીટર!

ભારતીય વાયુસેના પોતાની ડીપ-સ્ટ્રાઈક ક્ષમતાને વધુ ઘાતક બનાવવા જઈ રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત ઈઝરાયલ પાસેથી AIR LORA (લોંગ રેન્જ આર્ટિલરી) ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. AIR LORA ને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને તે એક અદ્યતન હવાથી છોડવામાં આવતી બેલિસ્ટિક મિસાઇલ છે. તેની રેન્જ લગભગ 400 કિલોમીટર છે. તે કોઈપણ દુશ્મનના લક્ષ્ય પર સચોટ હુમલો કરવામાં સક્ષમ છે. અદ્યતન ટેક્નોલોજીઝથી સજ્જ AIR LORA માં GPS નેવિગેશન સિસ્ટમ, એન્ટિ-જામિંગ ટેકનિક અને ઊંડે ઘૂસીને પ્રહાર કરી શકે એવા વોરહેડ પણ છે. આ કોમ્બો LORAને  અત્યંત ઘાતક બનાવે છે.


પાકિસ્તાની જનરલો કેમ ટેંશનમાં છે?

પાકિસ્તાની જનરલો કેમ ટેંશનમાં છે?

LORA મિસાઇલ સિસ્ટમ દ્વારા ઘણા પ્રકારના દુશ્મન લક્ષ્યોને નષ્ટ કરી શકાય છે. તે હવાઈ સંરક્ષણ એકમોને પણ નષ્ટ કરી શકે છે. તેનું વજન 1600 કિલોગ્રામ છે. તેની લંબાઈ 5.2 મીટર છે. ખાસ વાત એ છે કે તેની પ્રતિક્રિયા ખૂબ જ ઝડપી છે. આદેશ મળ્યાની થોડીવાર પછી તે લક્ષ્યને નષ્ટ કરી દેશે. AIR LORA ની રેન્જ 400 કિલોમીટર છે, જ્યારે સગાઈનું અંતર 90 કિલોમીટર છે. જો ભારત તેના મિગ-29 અથવા અન્ય કોઈપણ ફાઇટર જેટમાં LORA મિસાઇલ સિસ્ટમને સામેલકરે છે, તો પાકિસ્તાનના રાવલપિંડી અને કરાચી જેવા મહત્વના શહેરો પણ તેની રેન્જમાં આવશે. એટલા માટે જ છાસવારે ભારત સામે ખોટી શેખી માર્યા કરતા પાકિસ્તાની જનરલ્સ LORA બેલેસ્ટિક મિસાઈલ્સ વિષે જાણીને રીતસર ફફડશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top