સુરત: આ રસ્તા પરથી જતા હોવ તો ચેતી જજો, તાપી નદી પરનો આ કોઝવે બંધ કરાયો

સુરત: આ રસ્તા પરથી જતા હોવ તો ચેતી જજો, તાપી નદી પરનો આ કોઝવે બંધ કરાયો

06/23/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત: આ રસ્તા પરથી જતા હોવ તો ચેતી જજો, તાપી નદી પરનો આ કોઝવે બંધ કરાયો

મેઘરાજા જાણે કે સુરતથી કોપાયમાન થયા હોય તેમ અવિરત વરસી રહ્યા છે, જેના કારણે ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાઓ જલમગ્ન થઈ ગયા છે અને સુરત જાણે કે થંભી જ ગયું છે. ગાડીઓ અડધી-અડધી ડૂબી ગઈ છે. સુરત જલમગ્ન થઈ જતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પહેલા જ વરસાદમાં સુરતની આવી બદહાલીને કારણે સુરત મહાનગર પાલિકા (SMC)ની પ્રી-મોનસુન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. કરોડોના ખર્ચે શહેરમાં પ્રી-મોનસૂન કામગીરી કરવામાં આવી હોવા છતા આવી હાલત થાય તો સવાલ ઉઠવા વાજબી છે. સુરતમાં ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે તમે આ વિસ્તારમાંથી પસાર થતા હોય તો ચેતી જજો.


તાપી નદી પરનો વીયર કમ કોઝવે બંધ કરાયો

તાપી નદી પરનો વીયર કમ કોઝવે બંધ કરાયો

સુરત શહેરમાં બપોરના 12:00 વાગ્યા સુધીમાં નોંધાયેલા 7.5 ઈંચ વરસાદને પગલે તાપી નદી પરનો વીયર કમ કોઝવે વાહનચાલકો માટે બંધ કરાયો છે. વીયર કમ કોઝવે તેની સપાટીના 6:00 મીટર ઉપરથી વહી રહ્યો છે. ભારે વરસાદને કારણે તાપી નદીમાં નવા પાણીની આવક થઈ રહી છે. લોકોની અવર-જવર ન થાય તેના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શહેરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. શાળાના બાળકોને પણ રજા આપી દેવામાં આવી છે.


ઈમરજન્સી માટે માટે આ નંબર પર સંપર્ક કરવાની અપીલ:

ઈમરજન્સી માટે માટે આ નંબર પર સંપર્ક કરવાની અપીલ:

સમગ્ર સુરતમાં જળબંગાકાર સ્થિતિ જોવા મળી રહી છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે સુરત જિલ્લાના નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા તથા કોઇ પણ ઈમરજન્સી પરિસ્થિતિ ઉદભવે તો નીચે દર્શાવેલ નંબર ઉપર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

ડિઝાસ્ટર ઈમરજન્સી ઓપરેશન સેન્ટર: 0261-2663200, 2663600,

પોલીસ કંટ્રોલ રૂમ: 0261-2242301/2/3, 

પોલીસ મહિલા કંટ્રોલ રૂમ- 1091, 2061-2242387

પોલીસ (રૂરલ) કંટ્રોલ રૂમ: 0261-2651832/33, 99784 05082,

સુરત ફાયર કંટ્રોલ રૂમ: 101, 2061 2414195/96, 2061 2414139

SMC કંટ્રોલ રૂમ: 0261 2451756, 87243 46021

તાપી ફ્લડ સેલ સુરત: 02626 222018, 221281

ઓલપાડ: 02621 222444,

માંગરોળ: 02629 220227

ઉમરપાડા: 02629 253392

માંડવી: 02623 221023

કામરેજ: 02621 252078

ચોર્યાસી: 0261 2663800

પલસાણા: 02622 264228

બારડોલી: 02622 220024

મહુવા: 02625 255721

સુરત સિટી: 0261 2414295/96.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top