Gujarat High Court News: ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહી હતી સુનાવણી, બાથરૂમમાં ટોયલેટ સીટ પર બેસીને હાજર થયો શખ્સ; જુઓ વીડિયો
Gujarat High Court News: કોર્ટમાં ઓનલાઈન સુનાવણીનો ટ્રેન્ડ વધ્યો છે, પરંતુ ક્યારેક-ક્યારેક લોકો કેમેરા સામે અજીબ હરકત કરી બેસે છે. ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કંઈક આવું જ બન્યું, જેની બાબતે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. કોર્ટમાં સુનાવણી દરમિયાન, એક વ્યક્તિ ટોયલેટ સીટ પર બેસીને જ જજ સમક્ષ હાજર થઈ ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.
ગુજરાત હાઈકોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક કેસની સુનાવણી ચાલી રહી હતી. આ કાર્યવાહી દરમિયાન તે વ્યક્તિ ટોયલેટમાં શૌચ કરતો જોવા મળે છે. ‘બાર એન્ડ બેન્ચ’ના અહેવાલ મુજબ, આ ઘટના 20 જૂનની છે. જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈની બેન્ચ કેસની સુનાવણી કરી રહી હતી, જે દરમિયાન આ ઘટના બની.
વાયરલ વીડિયોમાં શરૂઆતમાં ‘સમદ બેટરી’ના રૂપમાં લોગ ઇન થયેલા વ્યક્તિનો ક્લોઝઅપ બતાવવામાં આવ્યો છે, જે પોતાના ગળામાં બ્લૂટૂથ ઈયરફોન પહેરીને જોવા મળે છે. બાદમાં તે પોતાનો ફોન દૂર રાખતો જોવા મળે છે, અને તેની પાછળ ફ્લશ દેખાય છે, જેનાથી ખબર પડે છે કે તે ટોયલેટ સીટ પર બેઠો છે. વીડિયોમાં તે પોતાને સાફ કરતો અને પછી વૉશરૂમમાંથી બહાર નીકળતો જોવા મળે છે. પછી તે થોડા સમય માટે સ્ક્રીનથી દૂર જાય છે અને પછી ફરીથી એક રૂમમાં દેખાય છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
કોર્ટના રેકોર્ડ મુજબ, આ વ્યક્તિ FIR રદ કરવાની માગણી કરવાના કેસમાં પ્રતિવાદી તરીકે હાજર થઈ રહ્યો હતો. તે ફોજદારી કેસમાં ફરિયાદી હતો. પક્ષકારો વચ્ચે સુમેળભર્યા સમાધાન બાદ કોર્ટે FIR રદ કરી દીધી હતી.
ઓનલાઈન કોર્ટ કાર્યવાહી દરમિયાન અયોગ્ય વ્યવહારનો આ પહેલો મામલો નથી. આ અગાઉ એપ્રિલમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉપસ્થિતિ દરમિયાન એક શખ્સ સિગારેટ પીતો જોવા મળ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે એપ્રિલમાં તે વ્યક્તિને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
તેવી જ રીતે, માર્ચમાં દિલ્હીની એક કોર્ટે એક અરજદારને સમન્સ પાઠવ્યું હતું જે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાના કેસમાં ઉપસ્થિત થવા દરમિયાન સિગારેટ પીતો જોવા મળ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ પુનીત જુનેજાના જણાવ્યા મુજબ કોર્ટ આવું કરનાર વ્યક્તિ સામે અવમાનનાની કાર્યવાહી કરી શકે છે. તેમાં દંડ, ચેતવણી સાથે છોડી દેવા અને 6 મહિનાની જેલના વિકલ્પોનો સમાવેશ થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp