સુરતની એક સ્કુલમાં બની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના, વાલીઓ સળિયો લઈને સ્કૂલ આવી પહોંચ્યા! જાણો સમગ્ર મામલો
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સુરતના ઉમરાના વિસ્તારમાં આવેલી એક સ્કુલમાં બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટના દરમિયાન એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર લોખંડના સળીયા વડે હુમલો કર્યો હોવાની માહિતી મળી છે. આ ઘટનાને કારણે ફરી એક વાર સ્કુલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી પ્રમાણે, શેઠ ઉમરીગર મેમોરિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો, અને તે એટલી હદે વધી ગયો કે એક વિદ્યાર્થીએ પોતાના જ સાથી વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં વિદ્યાર્થીને ઇજા થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. હુમલા બાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલી સળિયો લઈને સ્કૂલ આવી પહોંચ્યા હતા. તેમણે સ્કૂલના વાઇસ જીએસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જયારે બાળકો સ્કુલમાં હોય ત્યારે તેમની સુરક્ષા માટે સ્કૂલ જવાબદાર છે, આવી ગંભીર ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી સ્કૂલ તરફથી જ થવી જોઈએ.
આ ઘટનાને પગલે વાલીઓમાં આક્રોશની સાથે જ ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ધારદાર વસ્તુથી હુમલો કરી દેતા વિદ્યાર્થીનું મોત થયું હતું. અને આ ઘટના પછી સેવન્થ ડે સ્કુલ સામે વાલીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યારે હવે સુરતના ઉમરામાં પણ આ પ્રકારની ઘટના બનતા વાલીઓમાં ચિંતા વધી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp