ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરી પાઠવી જન્મદિવસની શુભેચ્છા! કહ્યું - 'રશિયા અને યુક્રેનના યુદ્ધને સમ

ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરી પાઠવી જન્મદિવસની શુભેચ્છા! કહ્યું - 'રશિયા અને યુક્રેનના યુદ્ધને સમાપ્ત કરવામાં સમર્થન....', જાણો

09/17/2025 World

SidhiKhabar

SidhiKhabar

ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરી પાઠવી જન્મદિવસની શુભેચ્છા! કહ્યું - 'રશિયા અને યુક્રેનના યુદ્ધને સમ

મંગળવારે રાત્રે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી તેમને 75માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ સાથે બન્ને નેતાઓએ ભારત-અમેરિકા સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ટેરિફના મુદ્દા પર બંને દેશો વચ્ચેના તણાવ વચ્ચે ભારત સાથે સંબંધો સુધારવાના યુએસ પ્રયાસોના ભાગ રૂપે આ એક મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.


ટ્રમ્પની બર્થ ડે વિશ

ટ્રમ્પની બર્થ ડે વિશ

આ અંગે ટ્રમ્પે સોશિયલ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, "મારા મિત્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હમણાં જ ફોન પર ખૂબ સારી વાતચીત થઈ. મેં તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. તેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે. નરેન્દ્ર: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવામાં તમારા સમર્થન બદલ આભાર." તેમણે તેમના સંદેશની નીચે રાષ્ટ્રપતિ ડીજેટી લખ્યું હતું.



ત્યારે પીએમ મોદીએ પણ ટ્વિટર પર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માની લખ્યું હતું કે, "થેક્યૂ, મારા મિત્ર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, તમારા ફોન કોલ અને જન્મદિવસની શુભેચ્છાઓ બદલ આભાર. તમારી જેમ હું પણ ભારત-અમેરિકા વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું. અમે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે તમારા પ્રયાસોને સમર્થન આપીએ છીએ."



આ જન્મદિવસ પર મધ્યપ્રદેશમાં રહેશે પીએમ મોદી

આ જન્મદિવસ પર મધ્યપ્રદેશમાં રહેશે પીએમ મોદી

આ વર્ષે પીએમ મોદી તેમના 75મા જન્મદિવસ નિમિત્તે બુધવારે મધ્યપ્રદેશમાં ધાર જિલ્લાના ભૈંસોલા ગામની મુલાકાત લેશે અને મહિલાઓ અને પરિવારો માટે આરોગ્ય અને પોષણ પર આધારિત અભિયાન શરૂ કરશે. સાથે જ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી માટે પીએમ મિત્ર પાર્કનો શિલાન્યાસ પણ કરશે. આ પાર્કનો ઉદ્દેશ્ય દેશને કાપડનું હબ બનાવવાનો અને નિકાસ અને રોજગારને પ્રોત્સાહન આપવાનો છે. સરકાર દેશભરમાં આવા સાત પીએમ મિત્ર પાર્ક બનાવવા જઈ રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top