Nimisha Priya: ફાંસી મુલતવી રખાઇ, પરંતુ સૌથી મોટો સવાલ- ‘યમનની જેલમાં બંધ નિમિષા પ્રિયાનું હવે શું થશે?
Nimisha Priya Case: પોતાના બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો મહદીની હત્યાના આરોપસર સના જેલમાં બંધ ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસી મુલતવી રાખવામાં આવી છે. મંગળવારે યમનની શરિયા કોર્ટે નિમિષાને ફાંસીની સજા ફટકારી હતી, પરંતુ વાતચીતને કારણે સ્થાનિક જેલ કોર્ટે તેને હાલ પૂરતી મુલતવી રાખી છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આગળ નિમિષા પ્રિયાનું શું થશે? શું નિમિષાની મોતની સજા અકબંધ રહેશે કે તેને મુક્ત કરવામાં આવશે? નિમિષા પ્રિયા વર્ષ 2017થી જ સના જેલમાં બંધ છે. કેરળની પલ્લકડની રહેવાસી નિમિષા નર્સની નોકરી કરવા વર્ષ 2008માં યમન ગઈ હતી.
નિમિષાની માતાએ CNN સાથે વાત કરતા કહ્યું કે, જ્યારે હું થોડા દિવસો અગાઉ નિમિષાને મળી હતી, ત્યારે તે તણાવમાં હતી. અમે તેને ભરોસો આપ્યો કે કંઈક સારું થશે. નિમિષાની માતાના જણાવ્યા મુજબ, લોકોએ અમને જે રીતે સમર્થન આપ્યું છે તેના માટે અમે તેમના આભારી છીએ. CNNના અહેવાલમાં જણાવાયું છે કે યમનનૂ સના હાલમાં વિશ્વના મોટાભાગના ભાગોથી કપાયેલું છે. તેનું કમ્યુનિકેશન ખૂબ જ નબળું છે. તેમ છતા ભારતીય અધિકારીઓ નિમિષાને બચાવવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp