Moscow News: ‘ઈરાની બાળકને ઉઠાવ્યું અને ફર્શ પર પટકી દીધું...’, મોસ્કો એરપોર્ટ પર હિંસક થયો શખ્

Moscow News: ‘ઈરાની બાળકને ઉઠાવ્યું અને ફર્શ પર પટકી દીધું...’, મોસ્કો એરપોર્ટ પર હિંસક થયો શખ્સ, જુઓ વીડિયો

06/26/2025 World

SidhiKhabar

SidhiKhabar

Moscow News: ‘ઈરાની બાળકને ઉઠાવ્યું અને ફર્શ પર પટકી દીધું...’, મોસ્કો એરપોર્ટ પર હિંસક થયો શખ્

Iranian Boy In Coma After Man Slams: રશિયાના મોસ્કો ઇન્ટરનેશનલ એરપોર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક શખ્સ એક બાળક સાથે હિંસા કરતો જોવા મળી રહ્યો છે. કથિત વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ બાળકને પકડીને ફર્શ પર ફેંકી દે છે, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ જાય છે. 18 મહિનાનો પીડિત બાળક ઈરાનનો વતની હોવાનું કહેવાય છે.

કથિત રીતે, આ ઘટના બાદ બાળક કોમામાં જતું રહ્યું છે અને પોતાના જીવન માટે સંઘર્ષ કરી રહ્યું છે. આરોપી વ્યક્તિ બેલારુસનો હોવાનું કહેવાય છે. પીડિત બાળક અને તેની માતા (ગર્ભવતી) ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાંથી બચવા માટે રશિયા આવ્યા હતા. જે સમયે આ ઘટના થઈ, છોકરો પોતાની માતા સાથે નહોતો.


બાળકને માથામાં ગંભીર ઈજા

બાળકને માથામાં ગંભીર ઈજા

વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપી શખ્સ એરપોર્ટ પર બાળકની નજીક જાય છે. તે આમ-તેમ જુએ છે અને અચાનક છોકરાને પકડીને ઉઠાવે છે અને કોંક્રિટના ફર્શ પર માથાના બળ પર પછાડે છે. આ શખ્સની હરકત ખૂબ જ ખતરનાક લાગે છે. છોકરો આરોપીનું શિકાર બન્યા બાદ ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ જાય છે. બાળકને માથામાં ગંભીર ફ્રેક્ચર અને કરોડરજ્જુમાં ઈજા થઈ છે અને તેને કોમામાં મોકલી દેવામાં આવ્યો છે.


કોણ છે આરોપી?

કોણ છે આરોપી?

મળતી માહિતી મુજબ, ગુનો કરનાર શંકાસ્પદ વ્લાદિમીર વિટકોવ (31) બેલારુસનો રહેવાસી છે. ઘટના બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. વાયરલ વીડિયોમાં રશિયન પોલીસ કર્મચારીઓ તેને પકડીને બહાર લઈ જતા જોવા મળી રહ્યા છે.

TOIના અહેવાલ મુજબ, આ ભયાનક ઘટના બાદ, તપાસકર્તાઓએ ખુલાસો કર્યો કે આરોપીના લોહીમાં ગાંજો હતો. તેના શરીરમાં વધારાના ડ્રગ્સ પણ મળી આવ્યા હતા. મોસ્કોમાં ફ્લાઇટ પહોંચ્યા બાદ છોકરાની માતા તેની પુશ-ચેર લેવા ગઈ હતી. પોલીસે હજુ સુધી ગુના પાછળનો હેતુનો ખુલાસો કર્યો નથી. જો કે, તેમનું માનવું છે કે આ ઘટનામાં નશાની મોટી ભૂમિકા રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top