ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાના ન્યૂક્લિયર સ્નિફર વિમાને ભરી ઉડાણ? નોર્થ USA ઉપર તૈનાત
ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાથી મોટા સમાચાર આવી રહ્યા છે. મધ્ય પૂર્વના 2 દેશો ઇઝરાયલ અને ઈરાનના આક્રમક વલણને જોઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક વલણ અપનાવ્યું છે. એટલે, તેમણે પોતાની સેનાને પરમાણુ સ્નિફર વિમાન તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે. સોમવારે મોડી રાત્રે, અમેરિકાના પરમાણુ સ્નિફર વિમાન WC-135Rએ નેબ્રાસ્કાના ઓમાહા સ્થિત ઓફુટ એરફોર્સ બેઝ પરથી ઉડાણ ભરી. જોકે આ વિમાન હાલમાં ઉત્તર અમેરિકા ઉપર ઉડાન ભરી રહ્યું છે, પરંતુ પેન્ટાગન દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
ન્યૂક્લિયર સ્નિફર વિમાન WC-135R પરમાણુ મિશન માટે જ બનાવવામાં આવ્યું છે. આ વિમાન હવામાં રહેલા પરમાણુ અને કિરણોત્સર્ગી કણોને સૂંઘવામાં સક્ષમ છે. હજુ સુધી આ વિમાનને તૈનાત કરવાની કોઈ જરૂર પડી નથી અને તેને પરમાણુ હુમલાની સ્થિતિમાં જ તૈનાત કરવામાં આવે છે. જોકે એન્જિનિયર બ્રેન્ડન હોલીએ સ્પષ્ટતા કરી છે કે આ વિમાનની ટ્રેનિંગ માટે ઉડાણ છે, પરંતુ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અમેરિકા દ્વારા ન્યૂક્લિયર સ્નિફર વિમાનનું પરીક્ષણ મોટા સંકેતો આપી રહ્યું છે. અમેરિકા મોટો નિર્ણય લઈ શકે છે.
ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ મોટો નિર્ણય લઈ શકે છે. તેઓ કેનેડામાં ચાલી રહેલી G7 સમિટને અધવચ્ચે છોડીને અમેરિકા પરત ફર્યા છે અને તેમણે એક સિચુએશન રમ પણ બનાવી લીધો છે. આ રૂમમાં તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓનું નિરાકરણ લાવે છે અને હવે તેઓ આ રૂમમાં ઈઝરાયલ-ઈરાનની પરિસ્થિતિ પર ચર્ચા કરશે.
🚨 | BREAKING: U.S. Nuclear “Sniffer” plane has just taken off from Omaha and is now flying unusual patterns across multiple states.It only flies when there’s a serious nuclear threat.This follows Israeli strikes on Iranian nuclear facilities and escalating threats of… pic.twitter.com/NqJ0Rn3UNp — Hank™ (@HANKonX) June 16, 2025
🚨 | BREAKING: U.S. Nuclear “Sniffer” plane has just taken off from Omaha and is now flying unusual patterns across multiple states.It only flies when there’s a serious nuclear threat.This follows Israeli strikes on Iranian nuclear facilities and escalating threats of… pic.twitter.com/NqJ0Rn3UNp
રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાનના ફોર્ડો-નતાન્ઝ પરમાણુ સાઇટ પર હુમલો કરવો કે નહીં તે અંગે વિચાર કરી રહ્યા છે. ઈરાનની આ પરમાણુ સાઇટ જમીનની અંદર ખૂબ જ ઊંડાણમાં બનેલું છે. અમેરિકા પોતાના સૌથી ભારે બોમ્બ 'મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર (MOP)'ને B-2 બોમ્બ વર્ષક વિમાન છોડીને ઈરાનના આ બંને પરમાણુ સ્થળો પર હુમલો કરી શકે છે.
બીજી બાજુ, જો અમેરિકા ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરશે, તો તે ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં સીધું સામેલ થઈ થશે. ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં અમેરિકાએ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે. G7 સમિટ છોડતા પહેલા, તેમણે ઈરાનના લોકોને એક ટ્વીટમાં ચેતવણી આપી હતી કે તેઓ વહેલી તકે તેહરાન ખાલી કરી દે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp