‘હું કોન્ડમ કરું છું..’, ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે આ શું લખી બેઠા શાહબાજ શરીફ, દુનિયા ઉડાવી રહી છે મજાક
પાડોશી દેશ પાકિસ્તાનમાં લોકોના શિક્ષણનું સ્તર શું છે, તેનો અંદાજો વડાપ્રધાન શાહબાઝ શરીફની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી અંદાજી શકાય છે. હકીકતમાં, ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે, તેઓ તેમના મિત્ર ખામેનેઇના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ લખી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના સત્તાવાર X હેન્ડલ પર ઇઝરાયલી હુમલાની નિંદા કરતા અંગ્રેજીમાં કન્ડેમની જગ્યાએ કોન્ડમ લખી દીધું. આ જ કારણ છે કે આ સમયે સોશિયલ મીડિયા પર તેમની મજાક ઉડાવવામાં આવી રહી છે. તેઓ માત્ર પાકિસ્તાનમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં હાસ્યનો વિષય બની ગયા છે.
યુનિસેફના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં 5-16 વર્ષની વય જૂથના લગભગ 22.8 મિલિયન બાળકો એટલે કે 2 કરોડ 28 લાખ બાળકો શાળાની બહાર છે, જે વિશ્વમાં બીજા ક્રમે છે. આ આંકડો બાળકોની કુલ વસ્તીના લગભગ 44 ટકા છે. યુનેસ્કો-GEM રિપોર્ટ દર્શાવે છે કે પાકિસ્તાન કન્યા શિક્ષણમાં સૌથી ધીમી પ્રગતિ કરી રહ્યું છે અને દક્ષિણ-પશ્ચિમ એશિયામાં સૌથી નબળી સ્થિતિમાં છે. સરકારી ખર્ચ દર માત્ર 1.9% થી 2.1% GDP સુધી મર્યાદિત છે, જે યુનેસ્કોની 4%ની ભલામણ કરતા ખૂબ નીચે છે.
હું ખૂબ જ મજબૂતી સાથે કોઈ પણ ઉશ્કેરણી વિના ઇઝરાયલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા હુમલાની નિંદા કરું છું (કન્ડેમને બદલે કોન્ડોમ લખ્યું). આ હુમલામાં ઇરાનના લોકોના મોત પર મારી સંવેદના તેમની સાથે છે. આ પગલું અત્યંત બેજવાબદાર છે અને આ પહેલાથી જ નાજુક આ પ્રદેશને વધુ અસ્થિર કરશે. અમે આંતરરાષ્ટ્રીય સમુદાય અને સંયુક્ત રાષ્ટ્રને અનુરોધ કરીએ છીએ કે તેને આગળ વધતા અટકાવવા માટે પગલાં લેવામાં આવે જેથી શાંતિ સ્થાપિત થઈ શકે.
સોશિયલ મીડિયા પર આ પોસ્ટની મજાક બનતી જોઈને, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તરત જ તેને ડીલિટ કરી દીધી. જોકે, ત્યાં સુધીમાં ડેમેજ થઈ ગયું હતું. ત્યાં સુધી સોશિયલ મીડિયા પર તેમની આ કમેન્ટ સાથે જોડાયેલા સ્ક્રિનશૉટ લઈ લેવામાં આવ્યા હતા. જેને આ સમયે ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એવી પણ ચર્ચા થઈ હતી કે શું કોન્ડોમ પોસ્ટ એડિટિંગ કરીને તો બનાવવામાં આવી નહોતી ને?. તેના પર Xના AI ગ્રોકને આ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે અમે ડીલિટ કરેલી X પોસ્ટ પાછી લાવી શકતા નથી, પરંતુ તેણે માન્યું કે 13 જૂનની આ પોસ્ટ પર જે અટકળો લગાવવામાં આવી રહી છે તે સાચી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp