માતા-પિતાને સારી જિંદગી આપવા માટે યમન ગઈ હતી કેરળની નિમિષા, આ તારીખે મળશે ફાંસી; જાણો શું છે મા

માતા-પિતાને સારી જિંદગી આપવા માટે યમન ગઈ હતી કેરળની નિમિષા, આ તારીખે મળશે ફાંસી; જાણો શું છે મામલો

07/09/2025 World

SidhiKhabar

SidhiKhabar

માતા-પિતાને સારી જિંદગી આપવા માટે યમન ગઈ હતી કેરળની નિમિષા, આ તારીખે મળશે ફાંસી; જાણો શું છે મા

Indian nurse Nimisha Priya sentenced to death in Yemen: કેરળના પલક્કડની નાગરિક અને વ્યવસાયે નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઈએ યમનમાં ફાંસી આપવામાં આવશે. માનવાધિકાર કાર્યકર્તા સેમ્યુઅલ જેરોમના જણાવ્યા અનુસાર, પ્રિયા યમનના નાગરિકની હત્યાના આરોપમાં જેલમાં છે. જેરોમ પાસે નિમિષા પ્રિયાની માતા પ્રેમા કુમારીની પાવર ઓફ એટર્ની છે. જેરોમે કહ્યું કે જેલ અધિકારીઓએ તેને ફાંસી આપવાની તારીખની જાણ કરી છે. જેરોમને યમનમાં જેલના ચેરમેનનો ફોન આવ્યો હતો, જેમાં આ વાતની જાણકારી આપવામાં  આવી હતી કે, ફાંસીનો આદેશ પાસ કરી દેવામાં આવ્યો છે. નિમિષા પ્રિયાને પણ આ અંગે સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે.


વિકલ્પો હજુ પણ ખુલ્લા છે

વિકલ્પો હજુ પણ ખુલ્લા છે

સેમ્યુઅલ જેરોમે કહ્યું કે વાતચીત ચાલી રહી હતી, પરંતુ યમનના નાગરિકના પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. બ્લડ મની પર પણ કોઈ કરાર થઈ શક્યો નથી. યમનના નાગરિકના પરિવારને 10 લાખ ડોલરની ઓફર કરવામાં આવી હતી અને સ્પોન્સરની મદદથી પૈસા પણ એકઠા કરવામાં આવી રહ્યા છે. જો સૂત્રોનું માનીએ તો, વિકલ્પો હજુ પણ ખુલ્લા છે અને ભારત સરકાર તેનો જીવ બચાવવા માટે કેસમાં હસ્તક્ષેપ કરી શકે છે.


જાણો શું છે આખો મામલો

જાણો શું છે આખો મામલો

નિમિષા વર્ષ 2008માં તેના માતા-પિતાને મદદ કરવા માટે યમન ગઈ હતી. તેણે ઘણી હોસ્પિટલોમાં કામ કર્યું અને અંતે પોતાનું ક્લિનિક ખોલ્યું. વર્ષ 2014માં તે તલાલ અબ્દો મહદીના સંપર્કમાં આવી. યમનના નિયમો અનુસાર, ત્યાં વ્યવસાય શરૂ કરવા માટે સ્થાનિક લોકો સાથે ભાગીદારી કરવી ફરજિયાત છે. આ જ કારણ છે કે નિમિષા અને અબ્દો મહદી સંપર્કમાં આવ્યા.

થોડા સમય બાદ, ભારતીય નર્સ નિમિષા અને તલાલ અબ્દો મહદી વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો. ત્યારબાદ નિમિષાએ તેની સામે ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે તલાલની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બાદમાં તલાલને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો અને તેણે કથિત રીતે પ્રિયાને ધમકી આપવાનું ચાલુ રાખ્યું.

ત્યારબાદ નિમિષાના પરિવારે દાવો કર્યો કે તેણે કથિત રીતે તલાલ મહદી પાસે જપ્ત પાસપોર્ટ પાછો મેળવવા માટે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું હતું. જોકે, દવાના ઓવરડોઝને કારણે તલાલનું મોત થઈ ગયું. ત્યારબાદ નિમિષા અને તેના સહયોગી અન્ય એક યમન નાગરિક હનાને, કથિત રીતે તલાલના શરીરના ટુકડા કરી દીધા અને તેને પાણીની ટાંકીમાં ફેંકી દીધા. દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરવા દરમિયાન નિમિષાની ધરપકડ કરવામાં આવી હતી. નિમિષાને વર્ષ 2018માં દોષિત ઠેરવવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top