Iran-Israel War: હોર્મુઝ પર સંઘર્ષ વચ્ચે ભારતે ઉઠાવ્યું આ મોટું પગલું, આ દેશોએ પાસેથી વધારી તેલ

Iran-Israel War: હોર્મુઝ પર સંઘર્ષ વચ્ચે ભારતે ઉઠાવ્યું આ મોટું પગલું, આ દેશોએ પાસેથી વધારી તેલની આયાત

06/23/2025 World

SidhiKhabar

SidhiKhabar

Iran-Israel War: હોર્મુઝ પર સંઘર્ષ વચ્ચે ભારતે ઉઠાવ્યું આ મોટું પગલું, આ દેશોએ પાસેથી વધારી તેલ

Israel-Iran conflict: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ (ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ) વધી રહ્યું છે અને અમેરિકાએ પણ ઈરાની પરમાણુ સ્થળો પર હુમલો કરીને તેને વધુ તેજ કરી દીધું છે. આ દરમિયાન એવા સમાચાર છે ઇરાનની સંસદે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની મંજૂરી આપી આપી દીધી છે. હોર્મુઝ સ્ટ્રેટ પર વધતા સંઘર્ષ વચ્ચે ભારતે એક મોટું પગલું ઉઠાવ્યું છે અને હવે મધ્ય પૂર્વના સપ્લાયર્સ કરતા રશિયા અને અમેરિકાથી વધુ તેલ આયાત કરવામાં આવી રહ્યું છે. જો તમે આંકડાઓ જોઈએ તો, જૂનમાં રશિયાથી ભારતની તેલ આયાત (India Oil Import from Russia) બે વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે.


જૂનમાં રશિયાથી તેલ આયાત 2 વર્ષના ઉચ્ચ સ્તરે

જૂનમાં રશિયાથી તેલ આયાત 2 વર્ષના ઉચ્ચ સ્તરે

PTIના અહેવાલ મુજબ, જો આપણે વૈશ્વિક વેપાર વિશ્લેષક ફર્મ Kplerના ડેટા પર નજર કરીએ તો, જૂનમાં ભારતે રશિયા અને અમેરિકા પાસેથી ઓપતાની તેલ આયાતમાં ભારે વધારો કર્યો છે, જે પરંપરાગત મધ્ય પૂર્વ સપ્લાયર્સની કુલ ખરીદી કરતા વધારે છે. કંપનીના ડેટા પર નજર કરીએ તો, ભારતીય રિફાઇનર્સ જૂનમાં દરરોજ 2-2.2 મિલિયન બેરલ રશિયન ક્રૂડ ઓઇલ આયાત કરી રહ્યા છે, જે 2 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે.

એટલું જ નહીં, રશિયાથી ભારતની તેલ આયાત ઇરાક, સાઉદી અરેબિયા, UAE અને કુવૈતથી આયાત થતા કાચા તેલ કરતા પણ વધુ છે, જે જૂન મહિનામાં આશરે 2 મિલિયન બેરલ પ્રતિ દિવસ હોવાનો અંદાજ છે. અગાઉ, મે 2025માં રશિયાથી ભારતની કાચા તેલની આયાત 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ હતી.


અમેરિકાથી કાચા તેલની આયાતમાં આટલો વધારો

અમેરિકાથી કાચા તેલની આયાતમાં આટલો વધારો

અમેરિકાથી કાચા તેલની આયાત વિશે વાત કરીએ તો, જૂન મહિનામાં પણ તે વધીને 439,000 બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ છે, જે મે મહિનામાં 280,000 બેરલ પ્રતિ દિવસ હતી. કેપ્લરના મુખ્ય સંશોધન વિશ્લેષક સુમિત રિટોલિયાના જણાવ્યા અનુસાર, જોકે પુરવઠો અત્યાર સુધી ઇઝરાયલ-ઈરાન સંઘર્ષથી અપ્રભાવિત રહ્યો છે, જહાજોની ગતિવિધિઓથી ખબર પડે છે કે આગામી દિવસોમાં મધ્ય પૂર્વમાંથી કાચા તેલના પરિવહનમાં ઘટાડો થશે. જહાજ માલિકો ખાડીમાં ખાલી ટેન્કર (બેલેસ્ટર) મોકલવામાં ખચકાટ અનુભવી રહ્યા છે, આવા જહાજોની સંખ્યા 69થી ઘટીને માત્ર 40 થઈ ગઈ છે અને ઓમાનના અખાતથી MEG-બાઉન્ડ સિગ્નલ અડધી થઈ ગઈ છે.


જો સંઘર્ષ વધુ ઘેરો બને તો ભારત શું કરશે?

જો સંઘર્ષ વધુ ઘેરો બને તો ભારત શું કરશે?

રિપોર્ટ મુજબ, આ મહિને 1-19 જૂન વચ્ચે, રશિયન શિપમેન્ટે ભારતના કુલ ક્રૂડ ઓઇલ આયાતના 35 ટકાથી વધુ હિસ્સો કવર કર્યો છે. રિટોલિયાએ કહ્યું છે કે જો ઈરાની પરમાણુ સ્થળો પર અમેરિકા હવાઈ હુમલા બાદ હોર્મુઝ સ્ટ્રેટ પર સંઘર્ષ વધુ ઘેરો બને છે અથવા તેમાં કોઈ ટૂંકા ગાળાનો વિક્ષેપ પણ આવે છે, તો રશિયન બેરલની હિસ્સેદારી હજી વધુ વધશે, ભારત વધુ માલવાહક ખર્ચ હોવા છતા અમેરિકા, નાઇજીરીયા, અંગોલા અને બ્રાઝિલ તરફ વધુ વળાંક લઈ શકે છે. આ ઉપરાંત, ભારત કોઈપણ અછતને પહોંચી વળવા માટે તેના વ્યૂહાત્મક ભંડાર (9-10 દિવસની આયાતને કવર કરનાર)નો ઉપયોગ કરી શકે છે.


ભારત માટે હોર્મુઝ શા માટે મહત્ત્વપૂર્ણ છે?

ભારત માટે હોર્મુઝ શા માટે મહત્ત્વપૂર્ણ છે?

ભારત, વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર, તેના લગભગ 40 ટકા ક્રૂડ ઓઇલ અને લગભગ અડધો ગેસ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા લે છે. જે એક મુખ્ય તેલ માર્ગ છે. પરંતુ ઇઝરાયલી અને અમેરિકન લશ્કરી કાર્યવાહી બાદ ઇરાની ચેતવણીઓને કારણે તે જોખમમાં હોય તેવું લાગે છે.

ઇરાને તેના નિયંત્રણ હેઠળના હોર્મુઝને બંધ કરવાની ધમકી આપી છે. અહેવાલો અનુસાર, વિશ્વના ક્રૂડ ઓઇલના 26 ટકા વ્યવસાય આ માર્ગ દ્વારા થાય છે અને આ ક્રૂડ ઓઇલનો 44 ટકા એશિયામાં જાય છે, જેનો સૌથી વધુ ઉપયોગ ચીનમાં અને અમુક અંશે ભારતમાં થાય છે. આવી સ્થિતિમાં, આ મહત્ત્વપૂર્ણ માર્ગમાં કોઈપણ અવરોધ એક મોટી સમસ્યા સાબિત થઈ શકે છે, તેને ધ્યાનમાં રાખીને, ભારતે આ પગલું ભર્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top