કલરીઝમ (રંગભેદ) સામે બોલ્ડ બ્યુગલ ફૂંકનાર 'મિસ પુડ્ડુચેરી' એ શા માટે કર્યો આત્મઘાત?

કલરીઝમ (રંગભેદ) સામે બોલ્ડ બ્યુગલ ફૂંકનાર 'મિસ પુડ્ડુચેરી' એ શા માટે કર્યો આત્મઘાત?

07/14/2025 National

SidhiKhabar

SidhiKhabar

કલરીઝમ (રંગભેદ) સામે બોલ્ડ બ્યુગલ ફૂંકનાર 'મિસ પુડ્ડુચેરી' એ શા માટે કર્યો આત્મઘાત?

પુડુચેરીની 26 વર્ષીય મોડેલ અને સોશિયલ મીડિયા પ્રભાવક સન રેચલનું રવિવારે મોટી સંખ્યામાં ઊંઘની ગોળીઓ ખાઈ ને પોતાનું જીવન ટૂંકાવી નાંખ્યું હતું. તેમને પહેલા પિતાના નિવાસસ્થાનથી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અંતે JIPMER (જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ) માં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ફિલ્મ ઉદ્યોગોમાં રંગભેદ સામેના તેમના બોલ્ડ બ્યુગલ ફૂંકવા બદલ પ્રશંસા પણ મેળવી હતી.

રેચલના તાજેતરમાં જ લગ્ન થયા હતા અને ફેશન અને ફિલ્મ ઉદ્યોગોમાં રંગભેદ સામેના તેમના બોલ્ડ બ્યુગલ ફૂંકવા બદલ પ્રશંસા પણ મેળવી હતી. ઘટનાસ્થળેથી મળેલી એક સુસાઇડ નોટમાં બધાને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે, જોકે, તેના તાજેતરના લગ્નજીવનમાં વણઉકેલાયેલા મુદ્દાઓ તેની બગડતી માનસિક સ્થિતિ માટે જવાબદાર છે કે કેમ તે શોધવા માટે તહસીલદાર સ્તરની તપાસ શરૂ કરવામાં આવી છે.

2022 માં મિસ પુડુચેરીનો તાજ જીત્યા પછી સનરેચલ પ્રખ્યાત થઈ અને 2023 માં મિસ આફ્રિકા ગોલ્ડન સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ડાર્ક સ્કીન લગતા વ્યાપક બોડી શેમીંગ સામે તેના હિંમતવાન વલણ માટે પ્રશંસા મેળવી હતી, આ વિષય રેચાલે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પડકાર્યો હતો.


રેચાલના મૃત્યુથી માનસિક સ્વાસ્થ્ય, મનોરંજન કરનારાઓ દ્વારા સામનો કરવામાં આવતી નાણાકીય તંગી અને રંગભેદ સામે સતત લડાઈ અંગે નવી ઓનલાઈન વાતચીત શરૂ થઈ છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી સહેવા પડતા પડકારો ની વ્યથા સન રેચાલની આત્મહત્યા પાછળ હોઈ શકે છે.

સેને 2021માં મિસ પુડ્ડુચેરીનો ખિતાબ જીતનાર સન રેચલ નું ખરું નામ શંકર પ્રિયા હતું. તેણે બાળપણમાં જ પોતાની માતાને ગુમાવી દીધા હતી. માતાના મૃત્યુ બાદ તેના પિતાએ સેનની સંભાળ રાખી હતી. તેના પિતાએ તેને મોડેલિંગ કરવા માટે પ્રેરિત કરી હતી. સેનને મોડેલિંગ કરિયરમાં પોતાની ડાર્ક સ્કીનના કરાણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તમામ પડકારોને પાર કરીને સેને 2019માં 'મિસ ડાર્ક ક્વીન તમિલનાડુ' અને 2021માં 'મિસ પુડ્ડુચેરી'નો ખિતાબ જીત્યો હતો. સેન રેચલે લંડન, જર્મની, ફ્રાન્સ સહિત ઘણા દેશોમાં મોડેલિંગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેણે મહિલાઓની સુરક્ષા માટે જાગૃતિ પણ ફેલાવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top