Rahul Gandhi's photo on sanitary pad boxes: આ રાજ્યમાં 5 લાખ મહિલાઓને સેનિટરી પેડ વહેંચશે કોંગ્રેસ, કવર પર હશે રાહુલ ગાંધીની તસવીર
Rahul Gandhi's photo on sanitary pad boxes: બિહારમાં ચૂંટણીનું વર્ષ છે. શુક્રવારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજેશ રામે રાજ્યની વર્તમાન સરકારને ઘેરી અને પાર્ટીના અન્ય કાર્યક્રમો માટે ભવિષ્યની રણનીતિની ચર્ચા કરી. તેમણે જાહેરાત કરી કે કોંગ્રેસ પાર્ટી રાજ્યની 5 લાખ મહિલાઓને સેનિટરી પેડનું વિતરણ કરશે. આ સેનિટરી પેડના કવર (બોક્સ) પર રાહુલ ગાંધીની તસવીર છે. સેનિટરી પેડના પેકેટ પર લખેલું છે- ‘માઈ-બહિન માન યોજના. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ. જરૂરિયાતમંદ મહિલાઓને સન્માન રકમ-2500 રૂપિયા દર મહિને.
રાજેશ રામે વધુમાં કહ્યું કે, અમે બિહારના સંદર્ભમાં મહિલાઓ માટે ખાસ તૈયારીઓ કરી છે. રાજ્યની મહિલાઓને સેનિટરી પેડ આપવામાં આવશે. આ સેનિટરી પેડ દરેક મહિલા સુધી પહોંચાડવામાં આવશે. અમે આ માટે એક અભિયાન ચલાવવા જઈ રહ્યા છીએ. અમારું લક્ષ્ય 5 લાખ મહિલાઓને સેનિટરી પેટ વહેંચવાનું છે. મહિલા કોંગ્રેસ હેલ્થ માટે મહિલાઓને જાગૃત કરશે.
આ અભિયાનનું લક્ષ્ય સ્વાસ્થ્ય જાગૃતિ સાથે-સાથે કોંગ્રેસના વિઝનને લોકો સુધી પહોંચાડવાનો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે નાના-મોટા ચોપાલનું આયોજન કરીને આ યોજનાનો પ્રચાર કરવામાં આવશે. જ્યાં બિહારના દરેક ખૂણામાં મોટા નેતાઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમો યોજાશે. મહિલા કોંગ્રેસ દ્વારા સેનિટરી પેડ અભિયાનને વધુ વિસ્તૃત કરવાની યોજના છે, જેમાં ભવિષ્યમાં વધુ મહિલાઓને સામેલ કરી શકાય.
આ અભિયાન દ્વારા, કોંગ્રેસ ન માત્ર મહિલાઓના સ્વાસ્થ્યને જ પ્રાથમિકતા આપી રહી છે, પરંતુ 'નારી ન્યાય' અને 'માઈ બહિન માન' જેવા નારાઓ સાથે બિહારમાં પોતાનો રાજકીય આધાર મજબૂત કરવાનો પ્રયાસ પણ કરી રહી છે. એકંદરે ‘માઈ બહિન માન યોજના’ અને સેનિટરી પેડ વિતરણ દ્વારા, કોંગ્રેસ બિહાર ચૂંટણીમાં મહિલા મતદારોને કેન્દ્રમાં રાખીને એક નવી રાજકીય શતરંજ બિછાવી રહી છે.
જોકે, ભાજપે સેનિટરી પેડ પર રાહુલ ગાંધીની તસવીર સામે આપત્તિ દર્શાવી છે. ભાજપના પ્રવક્તા પ્રદિપ ભંડારીએ કહ્યું કે, સેનિટરી પેડ પર રાહુલ ગાંધીની તસવીર બિહારની મહિલાઓનું અપમાન છે. કોંગ્રેસ એક મહિલા વિરોધી પાર્ટી છે. બિહારની મહિલાઓ કોંગ્રેસ અને RJDને પાઠ ભણાવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp