Gujarat Politics: કેજરીવાલે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અગાઉ ભાજપ સામેની રણનીતિ કરી દીધી સ્પષ્ટ
Arvind Kejriwal News: ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) એકલી જ આગળ વધશે. રાહુલના ગુજરાત પ્રવાસ અગાઉ અરવિંદ કેજરીવાલે ભાજપ સાથે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલે એક મોટી સભાને સંબોધિત કરી હતી. કેજરીવાલે કહ્યું કે ચૈતર વસાવા સિંહ છે, ભાજપે તેમને ખોટી રીતે ફસાવીને જેલમાં મોકલ્યા છે. કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ‘પહેલા કોંગ્રેસે 30 વર્ષ શાસન કર્યું. પછી ભાજપ, હવે ભાજપનો સમય આવી ગયો છે. ડેડિયાપાડાની સભામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહ્યા હતા.
આદિવાસી બહુધા વસ્તી ધરાવતા વિસ્તારમાં જાહેર સભાને સંબોધતા કેજરીવાલે મનરેગામાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો. કેજરીવાલે કહ્યું કે ભાજપે 2500 કરોડ રૂપિયાના કૌભાંડમાં પોતાના મંત્રીનું રાજીનામું લીધું નથી લીધું, પરંતુ ચૈતર વસાવા અને તેમના બે પુત્રોને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. જોકે, કેજરીવાલે મંત્રી બચુભાઈ ખાબડનું નામ લીધું નહોતું. મનરેગા કૌભાંડમાં તેમના બંને પુત્રોની પોલીસે ધરપકડ કરી હતી.
ભાજપે તેનો બદલો લેવા માટે ચૈતર વસાવાને જેલમાં મોકલી દીધા છે. કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં માત્ર ભાજપ જ સત્તામાં નથી, પરંતુ કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને લૂંટ ચલાવી રહ્યા છે. બંને લૂંટમાં ભાગીદાર છે. આગામી જિલ્લા પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પાર્ટી યુવાનોને પ્રાધાન્ય આપશે અને સામાન્ય લોકોને ટિકિટ આપશે. કેજરીવાલે લોકો તરફ ઈશારો કરતા કહ્યું તમને ટિકિટ આપીશું. કેજરીવાલે જેલમાં બંધ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષાને અપીલ કરી કે તેઓ દરેક ગામમાં જઈને સત્ય જણાવે અને ચૈતર વસાવનો સંદેશ સંભળાવે.
અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ભાજપ સાથે કોંગ્રેસ પર પ્રહાર એવા સમયે કર્યા છે, જ્યારે 26 જુલાઈએ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ સામે આવ્યો છે. તેઓ આણંદમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની વર્કશોપને સંબોધિત કરશે. ગુજરાતમાં રાહુલ ગાંધીની શક્તિ વધારવા માટે, ગુજરાતના તમામ જિલ્લા પ્રમુખોની નવેસરથી નિમણૂક કરવામાં આવી છે. પાર્ટીએ શક્તિસિંહ ગોહિલનાની જગ્યાએ અમિત ચાવડાને અધ્યક્ષની જવાબદારી સોંપી છે. કેજરીવાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલ મોકલવાનો મોટો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા બદલ AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી. હવે લોકો વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે, આ લડાઈ હવે અટકવાની નથી. તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાતમાં પશુપાલકોનો સંઘર્ષ, અહીં ચૈતર વસાવાની ધરપકડ અને ભ્રષ્ટાચાર સામે ચાલી રહેલા વિરોધને જોડીને ગુજરાતની લડાઈ બનાવવી પડશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp